સરિતાએ બેસ્ટ ટાઇમ ૫૭.૭૧ સેકન્ડમાં સિદ્ધિ મેળવી
રાજયના ગાઢ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાની દીકરી દોડવીર ગોલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડે ચેક રિપબ્લિક ખાતે આયોજિત ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિકસ કોમ્પિટિશનમાં ૪૦૦ મીટર વિઘ્નદોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીે સુવર્ણ પદક અપાવવામાં સફળતા મેળવી છે. તેણે કારકિર્દીના બેસ્ટ ટાઇમ ૫૭.૭૧ સેકન્ડમાં તેણે આ સિધ્ધિ હાંસલ કરી હતી.
કુ. સરીતા ગાયકવાડ હાલમાં યુરોપ (પોલેન્ડ) ખાતે એશિયન ગેમ્સની સઘન તાલીમ લઇ રહી છે, જ્યાંથી ચેક રિપબ્લિક ખાતે આયોજિત ટુર્નામેન્ટમાં ભાગ લઇ તેણીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી ભારતને ગૌરવ અપાવ્યું છે. કુ.સરીતા ગાયકવાડ આગામી માસમાં ઇન્ડોનેશિયા ખાતે આયોજિત એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.