હેલ્થકેર ક્ષેત્રે મેનેજમેન્ટ કોર્ષની આવશ્યકતા
હેલ્થકેર ઉદ્યોગ એક વિકસતો વ્યવસાય છે. અને અત્યારના લોકોની લાઈફ સ્ટાઈલને કારણે લોકો તણાવ અને માનસીક બિમારીઓનો ભોગ બની રહ્યા છે. હેલ્થકેર ક્ષેત્રે ઉજજવળ કારકીર્દી બનાવવાની અઢળક તકો રહેલી છે. અને તમે નામની સાથોસાથ સારા પૈસા પણ કમાવી શકો છો. નેશનલ હેલ્થકેર યોજનાથી ભારતીય હેલ્થકેર ઉદ્યોગને બુસ્ટર ડોઝ મળશે જે ૨૦૨૦ સુધીમાં ૨૮ કરોડને આંબે તેવી શકયતાઓ રહેલી છે.
એન્જીનીયરીંગથી લઈને બીકોમ સુધીનાં ડિગ્રી કોર્ષનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. ત્યારે હેલ્થકેર ઉદ્યોગ સખત ડિમાન્ડમાં છે આઈસીઆરઆઈની વાત કરવામાં આવે તો ડોમેસ્ટીક તેમજ વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે કામ કરી વિકાસ કરવા ઈચ્છે છે.
હાલ ભારતમાં એફડીઆઈ અને ખાનગી ક્ષેત્રોમાં સારી યોજનાઓ અમલમાં આવી રહી છે. નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ મિશન પ્રદુષણ દૂર કરવાની યોજનાઓ બનાવે છે.૨૦૧૯ સુધીમાં મેડિકલ ટુરિઝમ ઉદ્યોગ ૬૭ કરોડને આંબશે ખાનગી મેડિકલ ક્ષેત્રોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વિદેશીઓ પણ ભારતીય હોસ્પિટલોમાં રોકાણ કરતા થયા છે.
હેલ્થ ઈન્સ્યુરન્સ અને હેલ્થકેર સેકટરમાં સતત સંબંધો રહે છે. અને આવનારા ૧૦ વર્ષોંમાં હેલ્થકેર ઉદ્યોગનું ભાવી ઉજળુ છે. મેડિકલ ટુરીઝમમાં ભારતની વર્લ્ડ કલાસ હોસ્પિટલો અને નિષ્ણાંતો અનેક સિધ્ધિઓને સર કરી રહ્યા છે. જો તમે ક્ન્ફયુઝ હોય તો હેલ્થકેર ઉદ્યોગ એક સારો વિકલ્પ છે. તેને કારકીર્દી તરીકે સ્વીકારી શકાય એમ છે.
હેલ્થકેર અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં તમે મેનેજમેન્ટ એટલે કે માસ્ટર્સ ઈન બિઝનસ એડમીનીસ્ટ્રેશન પણ કરી શકો છો. હાલની શિક્ષણ સંસ્થાઓ સતત પરિવર્તનને પ્રાધાન્યતા આપી રહી છે. અને મેનેજમેન્ટ જેવાશિક્ષણ કોર્ષ હંમેશા ટોચ પર રહ્યા છે. જેમા એમબીએ મહત્વનો રોલ ભજવે છે.
હેલ્થકેર ક્ષેત્રે મેનેજમેન્ટ તરીકે તમને વર્લ્ડ કલાસ પ્રોસ્પેકટ અને સ્ટેબીલીટી મળશે. કારણ મેનેજમેન્ટ કોર્ષમાં પ્રતિભાશાળી લોકો ખૂબજ ડિમાન્ડમાં છે હેલ્થકેરમાં પ્રોજેકટ મેનેજમેન્ટ, માર્કેટીંગ, ઓપરેશન મેનેજમેન્ટ, સ્ટ્રેટેજીક, ફિનાન્સ અને એકસીકયુટીવ સહિતના રોલ માટે મેનેજમેન્ટની જરૂર પડતી હોય છે. કરિયર ઓરિપેન્ટેડ કોર્ષ માટે તમારે શિક્ષણલક્ષી વાતાવરણ પણ આવશ્યક બનશે. આઈસીઅરઆઈ કરિયર માટેની લીડીંગ ઈન્ડસ્ટ્રીનું પૈકી છે. જેમાં ઈન્ટર્નશીપના રૂપમાં ટ્રેનીંગ પણ આપવામાં આવે છે. અને જો તમે પ્રેકટીકલ જ્ઞાન મેળવેલું હોયતો તમને કોઈ પણ રોકી શકતુ નથી. આઈસીઆરઆઈ જેવી કંપનીઓ ૧૦૦ ટકા રોજગારીની તકો આપે છે.