જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષે તમામ તાલુકા શહેરમાં મહિલા કારોબારીની નિમણુંક કરી
રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાની કારોબારી મીટીંગ મહિલા મોરચાના અધ્યક્ષ રસીલાબેન સોજીત્રાના પ્રમુખ સ્થાને જિલ્લા પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન મુજબ યોજવામાં આવી હતી.
આ મીટીંગમાં જીલ્લાના તાલુકા મથકોએ મહિલા મોરચા દ્વારા સ્થાનિક ડોકટરોનો સહયોગ મેળવી મફત નિદાન કેમ્પનું આયોજન કરવું શ્રેષ્ઠ પ્રતિભા ધરાવતી મહિલાઓનું સન્માન કરવું તાલુકા મથકોએ કપડાની થેલીઓનું વિતરણ કરવું ગૂ‚પૂર્ણિમાએ સાધુ સંતોને સન્માનીત કરવા.
રક્ષાબંધનના દિવસે પોલીસ હેડ કવાર્ટર, જેલ, સરકારી હોસ્પિટલો અને સ્લમ એરિયામાં રક્ષાબંધન કરવું, તળાવો અને ચેકડેમોમાં જળપૂજન કરવું તેમજ જીએસટીમાં બહેનોને સ્પર્શતી જીવન જ‚રીયાતની ચીજોમાં ૨૮% માંથી ૧૮ % કરી મોંઘવારીમાં બહોળો લાભ આપવા કેન્દ્ર સરકારનો આભાર માનતા બેનરો જાહેર માર્ગો પર લગાવી બહેનોના હસ્તાક્ષર લેવાના કાર્યક્રમો કરવા વગેરેનું મહિલા હોદેદારોને કામગીરીનું આયોજન આપવામા આવ્યું હતુ
તેમજ જિલ્લામાં એક મહિલા સંમેલન બોલાવી કેન્દ્ર અને રાજય સરકારની મહિલા ઉપયોગી વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવા શિબિરોનું આયોજન કરવું તેમજ વૃણારોપણ કાર્યક્રમ રાખવાનું નકકી કરવામાં આવ્યું હતુ.
આ કારોબારી મીટીંગમાં દરેક તાલુકા, શહેર મંડલની મહિલા મોરચાની કારોબારીની વરણી કરવામાં આવી હતી અને રાજકોટ જિલ્લાનાં ૧૭ મંડળમાં મહિલા હોદેદારોની નિમણુંક પૂર્ણ કરવામાં આવી હતી તેમજ દરેક વિધાનસભા દીઠ બે મહિલા અગ્રણીઓની ચૂંટણી સંયોજક તરીકે અને બે મહિલા હોદેદારોને મીડીયા ક્ધવીનર અને સહ ક્ધવીનરની નિમણુંક કરવામાં આવી હતી. નિમણુંક પામેલા હોદેદારોને સન્માનીત કરાયા હતા.
આ બેઠકમાં જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ ઉપસ્થિતરહી માર્ગદર્શન આપ્યું હતુ તેમજ મહિલા મોરચાના મહામંત્રી કાજલબેન કાથરોટીયાએ કાર્યક્રમનું પૂર્ણ સંચાલન કર્યું હતુ મીટીંગને સફળ બનાવવા કાર્યાલયમંત્રી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર રાજપૂત સહિતના વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ મીટીંગમાં જીલ્લાનાં તમામ મંડલ મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી અને નવનિયુકત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.