guaનવી વિકસીત થતી બ્રાંચ બાયોટેકનોલોજીએ ફુડ ઇન્ડસ્ટ્રીઝ, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ તથા એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રોમાં ગુજરાતમાં અનેરુ અને વાસ્તવિક યોગદાન શરુ કર્યુ છે. ગુજરાત સરકારના જીએસબીટીએમ દ્વારા બી.ઇ. કોર્ષ કરેલા બાયોટેકના વિઘાર્થીઓને નોકરી અપાવી છે.
ફરમેન્ટેશન પ્લાન્ટ માં કોન્કોર્ડ બાયોટેક મહેસાણા ખાતે ઓમદેવસિંહ ગોહિલે નોકરી મેળવી છે. કેન્સરના ક્ષેત્રના કાર્યરત એવી ઝાયડસ હોસ્પીરા ઓન્કોલોજી અમદાવાદ ખાતે ઉર્જસ્વીબેન સાવલીયાએ જોબ મેળવી છે. આ પહેલા પણ આ કંપનીમાં જ અમીબેન દવેએ વી.વી.પી. ના બી.ઇ. બ-બાયોટેક કોર્ષ કર્યા બાદ અહી નોકરી સ્વીકારી હતી.
મેડીકલ ક્ષેત્રે હાલ ભારતમાં ડાયાબીટીઝ તથા કેન્સર જેવા નામચીન રોગોને મ્હાત કરવા કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના આ વિભાગો દ્વારા વિઘાર્થીઓને આ ક્ષેત્રના પ્રોત્સાહન આપવાની યોજના માત્ર કાગળ પર નહી પરંતુ વાસ્તવિકતામાં રહેલી છે. વાપી ખાતે જે.આર.એફ. ગ્લોબલ, વાલવડા, નામની કંપનીએ પણ ગુજરાત સરકારના જીએસબીટીએમ સાહસ જેવા સબળ માઘ્યમથી ચિરાગ રાસભરાને નોકરી અપાવી છે.
નેનો એગ્રો સાયન્સ રાજકોટ ખાતે પણ બાયોટેકની નોકરીની તકો રહેલી છે જેમાં અગાઉ ૪ વિઘાર્થીઓ અને હાલ સાગર ગેડીયા કામ કરી રહ્યા છે. તેઓ બી.ઇ. બાયોટેકના વિઘાર્થીઓ હતા.
વિઘાર્થીઓને પ્લેસમેન્ટ બદલ સંસ્થાના આ મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીશ્રીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર તથા પ્રિન્સી. ડો. જયેશભાઇ દેશકરે વિઘાર્થીઓ તચથા પ્રાઘ્યાપકોને સૌને અભિનંદન પાઠવ્યા હતા.