રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિમાં શહેર અને ગુજરાત પ્લાસ્ટીક મુકત બને તે માટેની શરુઆત રાજકોટ ખાતેથી કરવામાં આવેલ છે. ત્યારે પ્લાસ્ટીક મુકત અભિયાન અંતર્ગત શહેરીજનોમાં જાગૃતિ ફેલાય અને પર્યાવરણની જાળવણી થાય તેવા આશયથી શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખની તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયાની ઉ૫સ્થિતિમાઁ શહેર ભાજપ મહીલા મોરચા દ્વારા તેમજ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં યુવા મોરચા દ્વારા શહેરના મેયર બંગલા સામે રેસકોર્ષ રીંગરોડ ખાતે શહેરીજનોને વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરી પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી.
તેમજ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞાપત્ર ભરાવવામાં આવ્યા હતા. આ તકે જયોત્સનાબેન હળવદીયા, કલ્પનાબેન કિયાડા, વંદનાબેન ભારદ્વાજ, કોર્પોરેટરો આશીષ વાગડીયા, મનીષ રાડીયા, જયમીન ઠાકર, મીનાબેન પારેખ, પ્રીતીબેન પનારા, અનીતાબેન ગોસ્વામી, તેમજ મહીલા મોરચાના વોર્ડના પ્રમુખ મહામંત્રી સહીતના કાર્યકર્તાઓ તેમજ વોર્ડ નં.ર ના વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, યુવા મોરચામાંથી કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, કીશન ટીલવા, હીરેન રાવલ, આનંદ જાવીયા, પ્રતેશ પોપટ સહીતના કાર્યકર્તાઓ જોડાયા હતા.