તૈયાર થયેલા માલની જાવક બંધ થતાં ગોડાઉનોમાં ૨૦ હજાર ટ્રક ભરાય તેટલા માલનો ભરાવો
આગામી એક બે દિવસમાં હડતાલ નહિ સમેટાઈ તો ઉદ્યોગો શટ ડાઉન કરવાની નોબત આવશે
છેલ્લા ૪ દિવસ થી ટ્રાન્સપોર્ટ હડતાલના કારણે મોરબીના સિરામીક ઉધોગની કમર તૂટી ગઈ છે. હડતાલના કારણે સીરામીક ઉદ્યોગનું રૂ. ૨૮૦ કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થઈ ગયું છે. તૈયાર થયેલા માલની જાવક બંધ થઈ જવાથી ૨૦ હજાર ટ્રકો ભરાય તેટલા માલનો ગોડાઉનમાં ભરાવો થઈ ગયો છે. જો એકાદ બે દિવસમાં ટ્રાન્સપોર્ટ હડતાલનો અંત નહીં આવે તો સીરામીક ઉદ્યોગો શટ ડાઉન કરવાની નોબત આવશે તેમ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે.
ટ્રક હડતાલ આજે ચોથા દિવસમાં પ્રવેશી છે. આ હડતાલની સૌથી મોટી અસર મોરબીના સીરામીક ઉદ્યોગોને પડી છે. હડતાલના કારણે સીરામીક ઉદ્યોગોનું દૈનિક ટર્ન ઓવર ઠપ્પ થઈ ગયું છે. સીરામીક ઉદ્યોગોનું દૈનિક ટર્ન ઓવર રૂ. ૭૦ કરોડનું છે.
જેથી ચાર દિવસમાં ૨૮૦ કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થયું છે. સપ્લાય બંધ થવાથી તૈયાર થયેલા કાચા માલને સાચવવો મુશ્કેલ બની રહ્યો છે. ૪ દિવસમાં તૈયાર થયેલો ૨૦ હજાર ટ્રક માલ ગોડાઉનમાં પડ્યો છે.
ટ્રક હડતાલના કારણે સીરામીક ઉદ્યોગમાં દરરોજના હજારો ટ્રકો રોમટીરીયલ્સની આવક અને પાકા માલની જાવકના ૪૦૦૦ જેટલા ટ્રકો નું લોડીંગ બંધ થતા હવે રો- મટીરીયલ્સ પણ ફેક્ટરી મા સ્ટોક ખાલી થવા લાગ્યો છે અને પાકો માલ પણ લોડીંગ બંધ થતા સિરામીક ઉધોગ ને મોટી નુકશાની નો સામનો કરવો પડશે કારણ કે મોરબી ના ૭૦ % થી વધુ ફેકટરીઓ નેચરલ ગેસ વાપરે છે તેમને જો પોતાનો પ્લાન્ટ રો મટીરીયલ્સ અને લોડીંગ ના કારણે બંધ કરે તો ગેસ એગ્રીમેન્ટ મા પણ લાખો રૂપિયા ભરવા પડે તેમ છે
સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયાના જણાવ્યા મુજબ ગુજરાત ગેસને આ મહિના માટે ગેસ એગ્રીમેન્ટ મા પણ માફી આપવી જોઈએ. ટ્રાન્સપોર્ટ એશોસીએસન તેમજ સરકાર દ્વારા આ બાબતને ગંભારતાથી લઇ અને અર્થતંત્ર ને બચાવવા આગળ આવવું પડશે.
જો આ પરીસ્થતિ હજુ બે ત્રણ દિવસ રહી તો મોરબીના ૮૦૦ ફેક્ટરી ને બંધ કરવાની નોબત આવશે અને લાખો લોકો જે સિરામીક ઉધોગ સાથે જોડાયેલ તેઓ બેરોજગાર થઇ જશે અને સિરામીક ઉધોગમા કિલન ચાલુ બંધ કરવામાં લગભગ ત્રણ લાખ થી વધુ નો ખર્ચ થતો હોઇ ૮૦૦ ફેક્ટરી મા ૨૪ કરોડ થી વધુની તો ફક્ત ફયુલની નુકશાની જશે ત્યારે આ બાબતને ગંભારતાથી લેવી જરૂરી છે
સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ આ અંગે વધુમાં કહ્યું કે સીરામીક ઉદ્યોગોની હાલતને ગંભીરતાથી લઇ ને તાત્કાલિક હડતાલ પુરી થાય તે માટે સરકાર તેમજ એશોસીએસનને આગળ આવવાની જરૂર છે. જો ટ્રક હડતાલ યથાવત રહેશે તો સીરામીક ઉદ્યોગોને શટ ડાઉન કરવાની નોબત આવશે.