સંસાર દૃાવાનળ વિષે સૌ દૃાઝતા જન જાણજો,
તન મન જુવાની સ્ત્રી સગાં સૌ નાશવંત વિચારજો.
શ્રીમદૃ્ રાજચંદ્રજી અમૂલ્ય એવાં અમૃત સમાન વચનો આલેખતાં જણાવે છે કે “વિચારવાનને ચિત્તમાં સંસાર કારાગૃહ છે. સમસ્ત લોક દૃુ:ખે કરી આર્ત્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળી બળતો છે. “
વળી, આ સંસાર જન્મ-મરણનાં સન‚પ હોય, પાપ પુણ્ય ભોગવવાનું સનક છે. સંસારના બધા પર્દૃાો નાશવંત હોવા છતાં તેમાં સુખની કલ્પના કરી જીવ દૃુ:ખી ાય છે. કદૃીયે પૂર્ણ ન ાય તેવી ઇચ્છા, તૃષ્ણા કે વાસનાનાં તાપી સદાય વ્યાકુળ અને ભયભીત રહે છે.
મનુષ્ય ગમે તેવો બળવાન સમૃદ્ધિવંત અને સફળ બની જઈ, ઉંચાઈના સર્વ શિખરો સર કરી લ્યે, બધીયે વિદ્યામાં પારંગત બની જાય અને પોતાનાં ક્ષેત્રે શ્રેષ્ઠ બની જઈ સિદ્ધિ હાંસલ કરી લ્યે છતાંય સદા ભયભીત જ રહે છે. પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ ઝૂંટવાઈ જશે તો, એવો ભય સતત સતાવતો રહે છે.
અતિશય ભોગવિલાસમાં રહેવા છતાં ભોગમાં રોગનો ભય રહે છે. ઉચ્ચકુળી પતીત વાનો ભય રહે છે. શાસ્ત્રનું જ્ઞાન ધરાવતાં પંડિતજનોને હંમેાા વાદૃમાં પરાજિત વાનો ભય રહે છે. આમ, આવા અસારભૂત સંસારમાં જીવ મતિકલ્પનાએ કરી સુખ મેળવવાના ર્વ્ય પ્રયત્નોમાં સફળતા ન મળતાં દૃુ:ખી યા કરે છે.
તત્ત્વજ્ઞાની પુરુષોએ આ સંસારને જે ચાર ઉપમા આપી છે, તે ખરેખર સાચી છે.
૧. જેવી રીતે સમુદ્રમાં મોજાની છોળો ઉછળતી હોય છે, તેમ આ સંસારમાં વિષય‚પી અનેક મોજાઓ ઉછળતા હોય છે. સમુદ્રના જળ ઉપરથી સરળ દેખાય પણ, સમુદ્રના ઉંડા જળમાં ઉઠતા વમળોમાં ફસાઈ જવાય છે. તેવી જ રીતે સંસાર ઉપરથી સરળ લાગે છે પણ તેમાં ઉઠતા મોહ‚પી વમળોમાં જીવ ફસાઈ જાય છે.
૨. આ સંસારને બીજી ઉપમા અગ્નિની આપવામાં આવી છે. અગ્નિથી જેમ મહાતાપની ઉત્પત્તિ થાય છે, એમ આ સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ‚પ ત્રિવિધ તાપની ઉત્પત્તિ થાય છે. જેવી રીતે અગ્નિમાં ઈંધણ અને ઘી નાખવાથી વધુ પ્રજવલિત થાય છે, તેમ આ મોહમય સંસારમાં વિષય‚પી ઈંધણ અને વાસના‚પી ઘીથી કષાયો વધુને વધુ પ્રજવલિત થાય છે.
૩. આ સંસારને ત્રીજી ઉપમા અંધકારની આપવામાં આવે છે. અંધકારમાં જેમ આ પદાર્થ સત્ય છે કે ભ્રાંતિ‚પ છે તેનું ભાન થતું નથી. વળી, અંધકારને લીધે દોરી પણ સર્પ‚પ ભાસે છે. તેવી જ રીતે, મોહના અંધકારને લીધે અસારભૂત સંસારના સુખો પણ સારભૂત ભાસે છે. વળી, અંધકારમાં ભટકતા જીવોને માર્ગ મળતો નથી. તેવી જ રીતે, મોહનીયકર્મના ઉદયે જીવ મોહના અંધકારથી વ્યાપ્ત થયેલ હોઈ, ચારેય ગતિમાં ભટકયા કરે છે. મુકિતનો માર્ગ મળતો નથી.
૪. સંસારથે ચોથી ઉપમા શકટચક્રની (બળદગાડાના પૈડાંની) આપવામાં આવે છે. શકટચક્ર જેમ ગોળ ગોળ ફર્યા જ કરે છે, જેમ ગાડાનું પૈડું ધરી અને આરા વડે ફરે છે તેવી જ રીતે આ સંસારી જીવો પણ મિથ્યાત્વ‚પી ધરી અને પ્રમાદ‚પી આરા વડે ચારેય ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે.
૫. પરમકૃપાળુદેવ આવા અસાર‚પ, પરિભ્રમણના હેતુ‚પ દુ:ખમય સંસારમાં પણ મોહવિજેતા બની, રાગદ્વેષથી અલિપ્ત રહીને સદાય આત્મસાધનામાં લીન રહેતા હતા. તેઓ નોંધે છે કે, જયાં સુધી સંસાર છે, ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી સંભવે છે, તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો ઉપાધિ પણ અબાધ છે. અર્થાત્ સમાધિ જ છે