સ્વદેશી વસ્તુઓ પર વિદેશી ટ્રેડમાર્ક
ભારતીય મુળની કેટલીક વસ્તુઓની અમેરિકા દ્વારા ૨૦૧૬-૧૭માં પેટન્ટ તૈયાર કરી વસ્તુઓની પેટન્ટ જપ્ત કરી લેવામાં આવી. ડીઆરડીઓ અંતર્ગત ૫૦ લેબ, આઈઆઈએસસી અંતર્ગત ૪૦ લેબ, સીએસઆઈઆર અંતર્ગત ૩૮ લેબ એનઆટી દ્વારા ૩૧ લેબ, આઈઆઈટી અંતર્ગત ૨૩ લેબ અને ઈસરો દ્વારા ૬ મોટા રિસર્ચ થઈ રહ્યા છે. આ બધી ઈન્સ્ટીટયુટ ભેગી થઈને ૭૮૧ જેટલી પેટન્ટ એપ્લીકેશન પર કામ કરી રહી છે. જયારે અમેરિકા દ્વારા ૧૮૪૦ પેટન્ટ પર કામ થઈ રહ્યું છે અને તે તેને ટ્રેડ માર્ક તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
ભારત પાસે અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ વધુ માત્રામાં પોતાના મુળ પેટન્ટ છે જે ભારતીય લોકો કરતા અન્ય દેશોમાં વધુ પ્રચલિત છે. ભારતના લોકો કરતા ૧૦૦ ટકા વધુ પેટન્ટ પર હવે અમેરિકા કબજો કરી રહ્યું છે. ૨૦૧૬-૧૭માં ૪૫,૪૪૪ પેટન્ટ ભારત દ્વારા રજુ કરાઈ જેમાંથી ૭૧ ટકા પેટન્ટ માત્ર પરદેશીઓ માટે અને માત્ર ૨૯ ટકા ભારતીયો માટે હતી. યુએસ, જાપાન અને ચાઈના એવુ ઈચ્છે છે
કે ભારતમાંથી ભારતીય ચીજોની પેટન્ટ પોતાના હસ્તક કરી લેવાય જેથી કરીને ભારતના લોકોને જ તેમની વસ્તુ ટ્રેડમાર્ક કરીને વેચાય જેને કારણે નફો વધુ થાય ૧૦ માંથી ૨.૯ પેટન્ટ જ ભારતીયના નામે છે. રીનોન્ડ સાયન્ટીસ પ્રોફેસર દમ નરસિમ્હાએ કહ્યું આપણે આપણા દેશમાં રહેલા ટેલેન્ટને જોઈ શકતા નથી પરંતુ જયારે અન્ય દેશ તેના વખાણ કરે ત્યારે જ આપણને તેની કિંમત સમજાય છે. સેમસંગ ઈલેકટ્રોનિકસ અને ડયુવેલ ટેકનોલોજી તેમા ટોપમાં છે. જાપાન, યુએસ અને ચાઈના પાસે ૧૪,૬૩૬ પેટન્ટ છે જયારે ભારતીય મુળની પેટન્ટ ભારત પાસે ૧૬૫૯ છે.
આ અંગે વધુ જણાવતા કે કસ્તુરીનાગ કહે છે કે, આપણે આપણી પેટન્ટ કલ્ચરને વિકસાવવું પડશે. બધી જ ઈન્સ્ટીટયુટમાં નહીં પરંતુ ભારતના લોકો જે ઈનોવેશન કરે છે તેની પેટન્ટ આપણે મેળવવી પડશે અને તેનાથી લોકોના માનસમાં પરિવર્તન આવશે. ભારતની નવી એજયુકેશન પોલીસી મુજબ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૬-૧૭ વચ્ચે ૧.૯ લાખ પેટન્ટ એપ્લીકેશન આવી હતી એમાંથી ૧.૩૭ લાખ એટલે કે ૭૨ ટકા પેટન્ટને વિદેશીઓએ ખરીદી લીધી.