ક્રાઈસ્ટ સ્કુલ ખાતે પાવર ગરબા વિશે લોકોને માહિતગાર કરાયા
ટુંક સમયમાં જ નવરાત્રીનો પ્રારંભ થવાનો છે તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તો નવરાત્રીનું ખૂબજ મહત્વ છે.ત્યારે દરેક લોકોને ગરબાની રમઝટની સાથે સાથે ફિટનેસ આવે તે માટે માસ્ટર નિષ્ણાંતો દ્વારા રાજકોટની ક્રાઈસ્ટ સ્કુલ ખાતે પાવર ગરબાને લઈને એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ
જેમાં લોકોને પાવર ગરબા વિશે માહિતગાર કરવામાંઆવ્યા હતા અને પાવર ગરબાના ફાઉન્ડર સત્યજીત વોરા એ આ ઈવેન્ટમાં પરફોર્મ કર્યું હતુ સત્યજીત વોરા મુંબઈથી આવેલ છે. અને ત્યાં અલગ અલગ ટ્રેનરો દ્વારા લોકોને શીખવવામાં આવ્યું હતુ આ ઈવેન્ટમાં ૧૫૦થી વધુ ૯ નાના બાળકોથી લઈ મોટા લોકોએ ભાગ લીધો હતો.આ વિશે સંચાલક દિવ્યાબા જાડેજાએ અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે હું રાજકોટમાં પાવર ગરબાના માસ્ટર કલાસ લઈને આવી છું અને તે એક ફિટનેસનો પાર્ટ છે. આજકાલ ઝુંબા એરોબિકસ તો બધા કરી જ રહ્યા છે. અને લોકોમાં એનર્જેટીક અવેરનેસ લાવવા માટે પાવર ગરબાનો ક્ધસેપ્ટ લાવ્યા છીએ અને ગરબાતો દરેક લોકો રમે જ છે. પણ એમાં જે એનર્જી અને સ્ટેમીના વપરાય છે. તેની સાથે સાથે ફીટનેસ પણ આવે તે માટે પાવર ગરબા કરી શકાય અને રાજકોટમાં આ પ્રથમવાર થવા જઈ રહ્યું છે, તો તેની અવેરનેસ માટે જ આ આયોજન કરવામાં આવ્યું છે.
પાવર ગરબાના ફાઉન્ડર સત્યજીત વોરાએ જણાવ્યું હતુ કે હું મુંબઈથી આવ્યો છું પાવર ગરબા ફીટનેસ ઈન્ડસ્ટ્રીઝમાં એક નવું ટ્રેન્ડ છે. અને જે આપણા કલ્ચર ગરબા પર છે. અને બેઝીકલી અને તેના પર ફોકસ કરીએ છીએ અને ગરબાનું મ્યુઝીક હાઈ ઈન્ટેન્સીટી છે,તો જયારે આપણે નવરાત્રીનાં નવ દિવસ ગરબા રમીએ છીએ તો મે ૩૬૫ દિવસ ચાલુ કરવા માટે વિચાર્યું હતુ અને તેની લોન્ચ મે ૨૦૧૬માં કરી હતી અને હાલમાં ઈન્ડિયામાં અમારા ૧૭૦ ટ્રેઈનર્સ છે અને આ એક ખૂબજ સારી ફીટનેસ એકસરસાઈઝ સાબિત થાય છે.
આજે ઘણા લોકો પાવર ગરબા કરી રહ્યા છે. અને તેની સ્પેશ્યાલીટી દાંડિયા, દુપટ્ટા વગેરે વર્કઆઉટ ક્રિએટીવીટી છે. તોહંમેશા લોકોને કંઈક નવું જોઈએ છે. તે હિસાબે પાવર ગરબા એક નવા ફોર્મ તરીકે બહાર આવી રહ્યું છે. અને પાવર ગરબાથી લોકોમાં ખૂબજ ઈમ્પ્રુવમેન્ટ આવશે અને આ ગરબા દરેક એઈજના લોકો કરી શકશે. અને આ ફન વીથ ફીટનેસનું મિકસર છે. અને આમાં હેલ્થના પ્રોબ્લેમ એટલે કે હાર્ટના પ્રોબ્લેમ, ફીટનેસ અને ફલેકસીબીલીટીમાં ઈમ્પ્રુવમેન્ટ થશે.