જળ પુજનનાં કાર્યક્રમો અંગેની જિલ્લા ભાજપ કાર્યાલયે કારોબારી બેઠક યોજાઈ
ગતિશીલ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા તમામ વર્ગોના લાભદાયી અનેકવિધ યોજનાઓ કી ગુજરાતનો ચો-તરફ વિકાસ થઈ રહ્યો છે.
તેના ભાગરૂપે તમામ તાલુકાઓમાં જળપૂજન તેમજ આગામી કાર્યક્રમોની રૂપરેખા બાબતે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ ડી.કે.સખીયાના અધ્યક્ષ સને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહામંત્રી ભાનુભાઈ મેતા, ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, લાખાભાઈ સાગઠીયા, જિલ્લા હોદ્દેદારો પ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ જિલ્લા મોરચાના પ્રમુખો ઉપસ્થિત રહી ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ ડી.કે.સખીયાએ ગુજરાત પ્રદેશ ભાજપાના માર્ગદર્શન મુજબ આગામી કાર્યક્રમોની રૂપરેખા જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોની પ્રગતિ, સમૃદ્ધિ અને ખુશહાલી માટે ભાજપા સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. સરકારે તાજેતરમાં જળસંચય યોજના બનાવી ચેકડેમો-તળાવો ઉંડા ઉતાર્યા છે. વિવિધ સામાજીક સંસઓ સમાજના આગેવાનો અને વિસ્તારના લોકોને જોડીને આ તમામ સનો પર “જળ પૂજન કાર્યક્રમો કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સંગઠનના અગ્રણીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારે તા.૨૭મી જુલાઈએ તમામ તાલુકા મંડલ પર જિલ્લા ભાજપા દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે મંદિરો પર જઈ ગુરુપૂજનના કાર્યક્રમો રાખવામાં આવેલ છે અને તા.૨૬ ઓગસ્ટ જિલ્લા ભાજપા મહિલા મોરચાની આગેવાની હેઠળ તમામ તાલુકા મંડલમાં “રક્ષા બંધનના કાર્યક્રમો યોજવામાં આવશે.
જિલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતાએ ઉપસ્થિત આગેવાનો-કાર્યકર્તાઓને જણાવ્યું કે, ભાજપા સરકાર દ્વારા ખેતપેદાશોના ટેકાના ભાવની કરવામાં આવેલી જાહેરાતી ખેડૂતોને ખુબ જ મોટો ફાયદો થયો છે.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, અવિશ્ર્વાસની દરખાસ્તએ કોંગ્રેસ અને વિપક્ષોનું નર્યું નાટક છે. નરેન્દ્રભાઈ મોદીની સરકારે વિશ્ર્વાસનો મત જીત્યો એમ આવતી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં ફરીથી દેશની જનતાનો વિશ્ર્વાસ જીતીને પ્રજાના આશીર્વાદી પુન: વડાપ્રધાન બનશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
આ તકે મહામંત્રી ભરતભાઈ બોઘરાએ ગુજરાત પ્રદેશના માર્ગદર્શન મુજબ આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું કે, સમગ્ર વિશ્ર્વમાં પ્રદુષણના કારણે વાતાવરણમાં ફેરફાર થયો છે. પર્યાવરણને બચાવવા વધુમાં વધુ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, ધાર્મિક સંસના વડાઓ સાથે રાખીને વૃક્ષો રોપવામાં આવે.
આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ ભુપગઢમાં યુવાન તણાય ગયો અને તેના પરિવારને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદના પ્રગટ કરી તાત્કાલિક ચાર લાખની સહાય આપી તેની માહિતી આપી હતી.
આ તકે જયેશભાઈ પંડયાએ વંદેમાતરમ ગાન કર્યું હતું. બેઠકની વ્યવસ અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર રાજપૂતે કરી હતી. તેમ જિલ્લા મીડિયા ઈન્ચાર્જ અરુણભાઈ નિર્મળે જણાવ્યું છે.