જય વિજ્ઞાનના સુત્રને સાકાર કરવા તાજેતરમાં જ એલ.જી. ધોળકીયા હાઈ. અને પ્રાથમિક વિભાગના શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધો. ૬ થી ૯ના કુલ ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ૨૬૦ જેટલા બાળ વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સિધ્ધાંત આધારીત અવનવા પ્રોજેકટ રજૂ કર્યા હતા. જેમાં ઈન્જેકશનમાંથી હવા ભરવાનો પોર્ટેબલ પંપ, કપડા સૂકવવાનું મશીન, વહેતા પાણીનો ઉપયોગ કરી વિધુત ઉત્પન્ન કરવું, ઈનોવેટીવ ડસ્ટર બનાવવું, પડિયાનું દંતમંજન, કેતકીનાં પાંદડાના રેસામાંથી દોરા બનાવવા, કમલની જાળવણી કરવી, હોમ ઓયોમેશન, આયુ. અગરબતી, પ્લાસ્ટીકના વેસ્ટમાંથી પ્લાસ્ટીક રોડ બનાવવો, ફળોની નકામી છાલમાંથી કુદરતી ખાતર બનાવવું, એલોવેરા પ્રોડકટ, હોમ સિકયુરીટી સિસ્ટમ વગેરે અનેક પ્રોજેકટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ તકે પ્રોજેકટ નિહાળવા માટે તથા વિજ્ઞાન મેળાના અન્ય સુશોધનોને નિહાળવા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો. અને બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓને નિહાળીને પ્રભાવિત થયા હતા.
આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકીયા તથા જીતુભાઈ ધોળકીયાએ શાળાના આ બાળ વૈજ્ઞાનિકો અભિનંદન પાઠવ્યા હતા.