સમગ્ર વિશ્વામાં કરોડો સ્વયંસેવકો ધરાવતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પૂ.મોહન ભાગવતજી નું સમસ્ત મહાજનના મિતલ ખેતાણી, રમેશભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી સહિતનાની ટીમે ગૌમાતાની પ્રતિમા અર્પણ કરી અભિવાદન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિએ જીવદયા અને અહિંસા પરમો ધર્મનો સંદેશો આપ્યો છે
ત્યારે ભારત સરકારને જીવતા પશુઓની હત્યા માટે ભારતથી થતી પાકિસ્તાન સહિતના અખાતી દેશોમાં થતી નિકાસ બંધ કરાવવા અને મીટ એક્ષપોર્ટ કાયમી ધોરણે બંધ કરાવવા સહિતના પ્રશ્નો અંગે પુ.મોહન ભાગવતજીને ભારત સરકારમાં રજુઆત કરવા અનુરોધ કરાયો હતો. ભારતની તમામ પાંજરાપોળ ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જાય છે. પાડા, વાછડા ખુબ મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે.
દાનની આવક ઘટી રહી છે, વાછડા, પાડા સાચવવાનું ભારણ સીધે સીધું પાંજરાપોળ/ ગૌશાળા ઉપર આવી ગયું છે ત્યારે ભારતની તમામ ગૌશાળા-પાંજરાપોળોને પશુ દિઠ, દૈનિક કાયમી, સબસીડી આપવાની રજુઆત પણ ભારતની તમામ ગૌશાળા-પાંજરાપોળ વતી કરાઈ હતી. પૂ.મોહન ભાગવતજીએ તમામ પ્રશ્ર્નો ખુબ શાંતીથી સાંભળી, સમજી આ અંગે તેમના સ્તરે જે કંઈ પ્રયત્નો શકય હશે તે કરવાની ખાતરી આપી હતી.