રાત્રે ૧:૪૬ કલાકે ૧.૮ની તીવ્રતાનો સામાન્ય આંચકો નોંધાયો: લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હોય ભુકંપના આચકાથી અજાણ
રાજકોટ શહેરમાં ગઈકાલે મધરાત્રે ૧:૪૬ કલાકે ૧.૮ની તીવ્રતાનો ભુકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.
લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હોય ભુકંપના હળવા આંચકાનો અહેસાસ કોઈ કર્યો ન હતો. આજે જયારે તંત્ર દ્વારા ભુકંપના આંચકા અંગે જાહેરાત કરવામાં આવી ત્યારે લોકોનું આંચકો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભુકંપ બાદ સમયાંતરે રાજયમાં ભુકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ગઈકાલે મધરાત્રે રાજકોટમાં ૧.૮ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
સરકારી વિભાગના જણાવ્યા અનુસાર ભુકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી સાઉથ વેસ્ટ દિશા તરફ ૧૬ કિલોમીટર દુર હોવાનું નોંધાયું છે.
સામાન્ય રીતે ૫ કે તેથી વધુ તીવ્રતાનો ભુકંપનો આંચકો આવે ત્યારે લોકોને અનુભવ થતો હોય છે.
૧.૮ની તીવ્રતાના આંચકાનો અનુભવ લોકોએ કર્યો ન હતો બીજી તરફ આંચકો મધરાત્રે નોંધાયો હોય શહેરીજનો મીઠી નિંદ્રા માણી રહ્યા હોય આંચકાનો અનુભવ થયો ન હતો.