પ૦૦૦ વેપારીઓએ ભાગ લીધો: રાજકોટના સ્વામીનારાયણ મંદીર ખાતે પાટીદાર પ્રેરણા સમારોહ
સફળ નવરાત્રી મહોત્સવ, સાંસ્કૃતિક કલબ, વિમેન્સ વિંગ બાદ કડવા પાટીદારોની અગ્રણી સંસ્થાનું નવું લોન્ચીંગ
સૌરાષ્ટ્ર-કચ્છમાં અને ખાસ કરીને પાટીદાર પરિવારોમાં જાણીતું અને સતત ગુંજતુ નામ એટલે કલબ યુવી, કલબ યુવી નવરાત્રી મહોત્સવ, સાંસ્કૃતિક મહોત્સવ, વિમેન્સ વિંગના અલગ અલગ કાર્યોથી રાજકોટ શહેરમાં સતત કાર્યરત રહી ભવ્યથી ભવ્ય કાર્યક્રમો આપી રહેલ છે. શનિવારથી કલબ યુવીની નવી વિંગ એટલે કે બિઝનેશમેન વિંગનું પૂ. અપૂર્વમુનિ સ્વામીના અઘ્યક્ષસ્થાનેથી લોંચીગ કરી રહ્યા છે. આ લોચીંગ સેરેમનીમાં પાંચ હજારથી વધુ વેપારી પરીવાર હાજર રહેશે.
કલબ યુવી ના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુએ જણાવેલ કે વિશ્ર્વવંદનીય સંતવર્ય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે પ.પૂ. મહંતસ્વામી મહારાજના આર્શીવાદ થી બી.એ.પી.એસ.ના વિદ્વાન સંત પૂ. અપૂર્વમુનિ સ્વામીના હસ્તે, કલબ યુવા પરિવારના ઉઘોગપતિઓની હાજરીમાં કલબ યુવી વિંગ બીઝનેશમેન વિંગ લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પૂ. અપૂર્વમુની સ્વામી પાટીદાર પ્રેરણાની સાથે સાથે પોતાની વિઘ્વતાસભર અને આધુનિક અભિગમ યુકત રસાળ શૈલીમાં સિક્રેટ ઓફ સકસેસ વિષય પર વ્યકત્વ દ્વારા કલબ યુવી બીઝનેશમેન વિંગના સભ્યો, પરિવારના સભ્યોને સફળતાના શિખરો સર કરવાની પ્રેરણા પુરી પાડશે.કલબ યુવીના ચેરમેન, જાણીતા ઉઘોગપતિ અને દાતા એવા મૌલેશભાઇ ઉકાણીએ જણાવેલ કે સમગ્ર વિશ્ર્વમાં પાટીદાર બીઝનેશથી ઓળખાય છે. નાના મોટા વેપારીઓને પોતાના બીઝનેસમાં સતત કેમ સફળતા મળતી રહે તે મુદ્દે માર્ગદર્શન અને પ્લેટફોર્મની પુરુ પાડવાની નેમ સાથે કલબ યુવી દ્વારા બિઝનેશમેન વિંગની સ્થાપના કરવામાં આવી છે. કલબ યુવીની વિશાળ ટીમે આ વિચાર પરીવારના ઉઘોગપતિ તેમજ વેપારીવર્ગ સમક્ષ મુકતા વેપારી વર્ગનો આ બીઝનેશમેન વિંગને સફળ બનાવવામાં આગવો સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓએ પરિવારના સહયોગ અને પ્રયત્નો થકી કલબ મુવીની બીઝનેશમેન વિંગ સફળતાના શિખરો સર કરે તેવી નેમ વ્યકત કરી હતી.
કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુએ વિશેષમાં જણાવેલ કે કલબ યુવી નવ વર્ષ પૂર્ણ કરી દસમું વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે દસમાં વર્ષના શરુઆતમાં વિમેન્સ વિંગ ચાલુ કરવામાં આવેલ. તેને અદભુત સફળતા મળેલ, ત્યારબાદ હવે બીઝનેશમેન વિંગ ચાલુ થઇ રહેલ છે. આ બિઝનેસમેન વિંગમાં કલબ યુવી સાથે સંકળાયેલ ઉઘોગપતિઓ, નાના મોટા વેપારીઓ, સપ્લાયર, ડોકટરો, આર્કીટેક, એડવોકેટ, સહીતનાઓ સાથે મળીને કલબ યુવી બીઝનેશમેન વિંગ હેઠળ નેશનલ, ઇન્ટરનેશનલ બીઝનેશ અન્વયે સેમીનાર કરવા ઇન્ડસ્ટ્રીઝની વિઝીટ લેવી. મોટીવેશનલ પ્રોગામો ,, સરકારશ્રીની પોલીસીઓ, આઇ.ટી. જી.એસ.ટી. બેંક પોલીસીઓ, સહીતના સેમીનાર કરવા, એક બીઝનેશમેન બીજા બીઝનેશમેનને કઇ રીતે ઉપયોગી થાય તે માટે કલબ યુવી મઘ્યસ્થી બને તેવા આયોજન સાથે બીઝનેશમેન વિંગનું શનિવારથી લોન્ચીંગ થનાર છે. આ બીઝનેશમેન વિંગ પરિવારના નાનાથી મોટા થયેલ વેપારીઓ, સફળ ઉઘોગપતિઓ, કુનેહ, સુઝબુઝવાળા, સતત કાર્યરત, પરિવાર માટે કંઇક કરવાની ધગશવાળા ભાઇઓની કોશ કમીટી બીઝનેશમેન વિંગને સફળ બનાવવા ભરપુર પ્રયત્નો કરશે. આ કમીટી નાના મોટા વેપારીઓ, સફળ ઉઘોગપતિઓના અભિપ્રાયો સાંભળી તેનો એક કોમન એજન્ડા બનાવીને વેપારીઓને મુંજવતા પ્રશ્ર્નોનો સરળતાથી કેમ ઉકેલ લાવી શકાય તે માટેનું એક પ્લેટફોર્મ પુરુ પાડવાનું કામ કરશે.
કલબ યુવીના ચેરમેન અને સૌરાષ્ટ-કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સના વા.ચેરમેન બિલ્ડર એસોસીએશનના ચેરમેન એવા શ્રી સ્મિતભાઇ કનેરીયાએ જણાવેલ કે આપણા પરિવારના ઘણા જ નાના મોટા સપ્લાયરો, જોબ વર્કરો, પ્રોડકટ બનાવતા વેપાીરીઓ આપણા જ પરિવારના મોટા બીઝનેશમેન સુધી પહોંચી શકતા ન હોવાથી કલબ યુવીની ચેનલ માફરતે આ તમામ બીઝનેશમેનનું એક ગ્રુપ બનાવવા માટેનો આ ભગીરથ પ્રયાસ છે. કલબ યુવી બીઝનેશમેન વિંગના પરીણામ લક્ષી પ્રયત્નો થકી સમાજના વેપારી વર્ગમાં બીઝનેશ રોજગારી તો વધશે જ સાથો સાથ ઘણી જ સોશ્યલ જવાબદારીઓ પણ સાથે રહીને નિભાવી શકીશું તેવી નેમ વ્યકત કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા કલબ યુવીના ડાયરેકટરો મૌલેશભાઇ ઉકાણી (ચેરમેન) સ્મિતભાઇ કનેરીયા (વા.ચેરમેન) મહેન્દ્રભાઇ ફળદુ (એમ.ડી.) ભુપતભાઇ પાચાણી, શૈલેષભાઇ માકડીયા, એમ.એમ. પટેલ, જવાહરભાઇ મોરી, જીવનભાઇ વડાલીયા, મનુભાઇ ટીલવા, કાન્તીભાઇ ઘેટીયા તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે. તેમજ કલબ યુવીની કોર કમીટીના પુષ્કરભાઇ પટેલ, સુરેશભાઇ ઓગણજા, સંદીપભાઇ માકડીયા, અજયભાઇ દલસાણીયા, બીપીનભાઇ બેરા, પ્રફુલભાઇ કાથરોટીયા, આશીષ વાછાણી, રેનીશ માકડીયાસહીત કલબ યુવીની ૧૦૮ ની ટીમ સાંસ્કૃતિક કલબની ટીમ, વિમેન્સ વિંગની ટીમ, સતત કાર્યરત છે. તેમ કલબ યુવી ના મીડીયા ઇન્ચાર્જ રજનીભાઇ ગોલની યાદીમાં જણાવાયું છે.