રાજકોટના સ્કુલના શિક્ષક અને પછીના શાસનધિકારી થયેલા સ્વ. વ્રજલાલ મહેતા (વી.સી.મહેતા૦ અને શ્રીમતી ચંપાબેન મહેતાના પાંચ પુત્રો અને ૧ પુત્રીના કુટુંબમાં સૌથી નાના પુત્રને જિંદગીની સર્વે સુખ નસીબ વરેલા હતા. તા.૨૨ નવે. ૧૯૩૨ના રોજ જન્મેલા અશોકભાઈને આ સ્થાને પહોચતા એક આદર્શ ધ્યેયશીલ વિદ્યાર્થીને જે કસોટીમાંથી પસાર થવું પડે છે. તે રીતે પસાર થયેલા છે. આ દુનિયામાં સફળ વ્યકિત તરીકે જીંદગીનાં ૮૬ વર્ષ પૂરા કરી રહેલ છે.
લાયન્સ કલબ ઈન્ટરનેશનલના ૨૦૦૫ના વર્ષના પ્રમુખ, ૨૦૦૬-૦૭માં એલ.સી.આઈ એફ ના ચેરપર્સન સેવા મંડળ એજયુકેશન સોસાયટીના ચેરમેન, લાયન કરતા સિંહ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર અને ડો. ભાનુબહેન નાણાવટી જનરલ હોસ્પિટલના સ્થાપક ચેરમેન, મહાવીર હાર્ટ રિસર્ચ ફાઉન્ડેશનના સ્થાપક મંત્રી મહાત્મા ગાંધી લેપ્રસી હોસ્પિટલના બોર્ડના ટ્રસ્ટી અને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી એવોર્ડ મેળવનાર ડો. અશોક મહેતા ખરેખર વિશાળ સંખ્યાબધ્ધ સિધ્ધિઓનો યશ ધરાવે છે.
૨૨મી નવે. ૧૯૩૨ના દિને જન્મેલા ડો. અશોક મહેતાએ માનવીય અને સમાજસેવા માટે તેમનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે.
પોતાના વ્યવસાયથી જીવનની સાથોસાથ ડો. અશોક મહેતાએ તેમની કારકીર્દીનો પ્રારંભ કાળમાં સમાજસેવા પ્રતિબધ્ધ થવાનો નિર્ણય લીધો હતો. તેમણે ૧૯૬૩માં સાયનની લાયન્સ કલબના સભ્ય બનીને શ કર્યું હતુ.
ડો. અશોક મહેતા કલબના જે દરેક કાર્યો ઉત્સાહ અને અકાગ્ર સમર્પણ સાથે કરી તેઓ ૧૯૭૯મા લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર બન્યા હતા આ પદ પર ના તેમના સત્ર દરમિયાન ગરીબ અને જરતમંદ સુધી તેઓ પહોચ્યા હતા. અને અસંખ્ય માનવતાવાદી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી આ સત્રમાં તેમણે પોતાના વિસ્તારની કલબોને ગુજરાતનાં મોરબીના પૂર પીડીત લોકોને સહાય કરવા સંગઠીત કરી અને રૂ.૩૪ લાખના ખર્ચે એક આવાસ કોલોનીના બાંધકામમાં સહાય કરી હતી.
તેઓ બીજા સંખ્યા બંધ પ્રોજેકટો જેવા કે લાતુરમાં ભૂકંપ પીડીત રાહત કાર્ય, ઓરિસ્સામાં મહાવિનાશક વાવાઝોડા, કચ્છ અને ગુજરાત રાજયનાં ભૂકંપમાં આપતી વખતે તાજેતરમાં દક્ષિણ ભારતમાં સુનામી વાવાઝોડાનાં રાહત કામોમાં સરકાર સાથે જોડાયેલ હતા. ૧૯૮૬માં ડો. મહેતા આફ્રિકા અને અગ્નિ એશિયાના પ્રતિનિધિ તરીકે લાયન્સ કલબના આંતરરાષ્ટ્રીય ડાયરેકટર તરીકે બે વર્ષ માટે નિમાયા હતા આ કામમાં તેઓ લાયન્સ કલબ ઈન્ટરનેશનલના બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં ૫૭ દેશોમાં પ્રતિનિધિ બન્યા હતા.
નવે. ૧૯૮૨માં તેમના ૬૦ જન્મદિન ઉત્સવ પ્રસંગે તેમને અર્પણ થયેલી રૂ.૧૧,૧૧,૧૧૧ની થેલીની રકમ સમાજ કલ્યાણના કામો કરતી સંસ્થાઓને અર્પણ કરી હતી.
૧૯૯૭માં મુંબઈના અગ્રણીઓની નાગરીકોની સમિતિ ડો. ધર્માધિકારીના વડપણ હેઠળ તેમના સેવા કાર્યો માટે તેમને રૂ.૧ કરોડની રકમ અર્પણ કરી હતી જે તેમને ગુજરાતમાં રલ જનરલ હોસ્પિટલના બાંધકામ માટે તેમણે અર્પણ કર્યું હતુ અને ચોરવાડ ખાતે હોસ્પિટલ બનાવેલ છે.
ડો. અશોક મહેતા સેવાના પોતાના કાર્યોના બદલામાં કોઈ વળતરની અપેક્ષા રાખતા નથી. તેઓ અન્યોના ભલા માટે કાર્ય કરતા રહે છે. તેઓ વિઝનરી અને મિશનરી છે. જેઓ ગરીબો અને ધનિકો વચ્ચે વિશ્ર્વભરમાં ખાઈ પૂરતા મૈત્રીના પૂલ બાંધતા રહ્યા છે. તેમણે લાયન્સ કલબ ઈન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ તરીકેનાં પ્રતિનિષ્ઠત પદેથી આપ્રમાણે સેવા કરી છે.