આજથી રિલાયન્સ જિયો ફોનની મોનસુન હંગામા ઑફરની શરુઆત થઈ રહી છે. આ ઑફર અંતર્ગત રિલાયન્સ જિયોના યૂઝર્સ પોતાનો જૂનો ફીચર ફોન અને ૫૦૧ રૂપિયા દઈને નવો ઉંશજ્ઞ ફોન લઈ શકશે. જણાવી દઈએ કે જિયોએ આ વર્ષે જ બ્રોડબેન્ડ સર્વિસ પણ લોન્ચ કરી હતી. જાણો, તમે આ ઑફરનો ફાયદો ક્યાં અને કેવી રીતે ઉઠાવી શકો છો.
જિયો મોનસુન હંગામા ઑફર અંતર્ગત ગ્રાહકો પોતાનો જૂનો ફીચર ફોન અને ૫૦૧ રૂપિયાના બદલામાં નવો જિયો ફોન મેળવી શકશે. એટલે કે ગ્રાહકોને ગયા વર્ષે ૧૫૦૦ રૂપિયામાં લોન્ચ થયેલો ફીચર ફોન ૫૦૧ રૂપિયામાં મેળવવાનો મોકો મળશે. રિલાયન્સ જિયો મુજબ આ ઑફરની શરૂઆત આજે સાંજે ૦૫:૦૧ વાગ્યે શરૂ થઈ રહી છે.
ધ્યાન આપવા જેવી વાત છે કે તમે જે કોઈપણ કંપનીના ફીચર ફોનના બદલામાં જિયો ફોન ખરીદવા માંગો છો, તે ફોન ચાલુ હાલતમાં હોવો જોઈએ.
નવો જિયો ફોન રિલાયન્સ અને જિયો સ્ટોર પર ઉપલબ્ધ છે. આ ઉપકાંત જિયોની વેબસાઈટ પરથી પણ ફોન બુક કરાવી શકાય છે. તમે સ્ટોર પર જઈને કે પછી જિયોના ઑફિશિયલ રિટેલ સ્ટોર પર જઈને તમારો જુનો ફીચર ફોન અને ૫૦૧ રૂપિયા આપીને ૧૫૦૦ રૂપિયાવાળો ફીચર ફોન ખરીદી શકો છો.
જમાવી દઈએ કે જનરલ બેઠકમાં જિયોએ જાહેરાત કરી હતી કે ગયા વર્ષે લોન્ચ કરેલા જિયો ફોનમાં હવે વોટ્સએપ, ફેસબુક અને યૂટ્યુપ એપ અલગથી મળશે. ૧૫ ઓગસ્ટથી જિયો ફોનના યૂઝર્સ આ એપનો ઉપયોગ કરી શકશે.
તમને યાદ અપાવી દઈએ કે જિયોફોન માટે કંપનીએ ૪૯ રૂપિયા અને ૧૫૩ રૂપિયાવાળા બે પ્લાન રજૂ કર્યા છે. ૪૯ રૂપિયાવાળા પેકમાં ૨૮ દિવસ સુધી દરરોજ ૧.૫ જીબી ડેટા અને ૧૦૦ SMS ઉપરાંત અનલિમિટેડ કોલિંગ ઑફરની સુવિધા આપવામાં આવશે.