૧૮ સ્થળે ચેકિંગ: બીડી-સીગરેટના ૮૪ પેકેટ અને તમાકુના ૫૭ પેકેટનો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શાળાઓની આસપાસ તમાકુનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર ઘોસ બોલાવવામાં આવી હતી. ૧૮ સ્થળે ચેકિંગ દરમિયાન ૧૦ સ્થળેથી તમાકુનો જથ્થો મળી આવતા નોટીસ ફટકારવામાં આવી હતી.આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાના અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે ભાવનગર રોડ પર, આરટીઆઈ પાસે, નવા થોરાળા મેઈન રોડ પર ગૌતમબુઘ્ધ પ્રાથમિક શાળા, આડા પેડક રોડ પર સેઈફી હાઈસ્કૂલ અને માસુમ વિદ્યાલયની આસપાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શાળા-કોલેજોની આસપાસ આવેલી પાનની ૧૮ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ૧૦ સ્થળેથી તમાકુનો જથ્થો મળી આવતા તમામને નોટિસ ફટકારવામાં આવી હતી. ૮૦ પેકેટ બીડી-સીગરેટનો નાશ કરવામાં આવ્યો હતો જયારે તમાકુના ૫૭ પેકેટનો નાશ કરવામાં આવ્યો છે.