એસ્સારના કુલ આર્થિક વ્યવહારોના ૬૦ ટકાથી વધુ વ્યવહારો ડિજિટલ ચુકવણીથી થયા: એસ્સારની વધુ એક સિઘ્ધી
ગુજરાતમાં હજીરા અને વાડીનાર ખાતેની એસ્સારની બે ટાઉન શીપનું લેસ કેશ બનેલી દેશભરની ૭૫ સોસાયટીઓમાં બહુમાન કરાયું હતું. નાગપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતા ધરાવતા સમારંભમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમારંભ પ્રવચન આપતાં મોદીએ આ બંને ટાઉનશીપના ડીજીટલ ઇન્ડિયાની પહેલ આગળ ધપાવતા પ્રયાસોને બિરદાવ્યા હતા.
સરકારે ચાલુ નાણાંકિય વર્ષમાં ૨૫૦૦ કરોડ ડીજીટલ આર્થિક વ્યવહારો કરવાનો લક્ષ્યાંક મૂકયો છે. આ ૭૫ ટાઉનશીપ્સ દ્વારા દરરોજ અંદાજે ૧.૫ લાખ ડીજીટલ આર્થિક વ્યવહારો થવાનો અંદાજ છે. જે વર્ષ દરમ્યાન ૫.૫ કરોડ ડીજીટલ આર્થિક વ્યવહારો તરફ દોરી જશે.
આ ટાઉનશીપ્સ પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ (પીડબલ્યુસી) દ્વારા કરાયેલા તટસ્થ સર્વેક્ષણને આધારે પસંદ કરવામાં આવી હતી. લેસ કેસ ટાઉનશીપ્સ તરીકે લાયક ઠરવા માટે નીચે મુજબની શરતો રખાઇ હતી.
ટાઉનશીપ્સ દ્વારા પેમેન્ટ સ્વીકારવાનું સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર અમલી બનાવાયું હોય અને ત્યાં રહેતા તમામ પરીવારોને તાલીમ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયેલા હોય. સમીક્ષાના ગાળા દરમ્યાન કુલ આર્થિક વ્યવહારોના ૮૦ ટકાથી વધુ વ્યવહારો ચૂકવણીની ડીજીટલ પઘ્ધતિ મારફતે થયા હોવો જોઇએ. એસ્સાની આ બંને ટાઉનશીપમાંથી હજીરા ખાતેની નંદનિકેતન ટાઉનશીપ મુંબઇની ફાયનાન્સિયલ ટેકનોલોજી કંપની ધ મોબાઇલ વોલેટ (ટીએમડબલ્યુ) ની સહાયથી ભારતની ખાનગી ક્ષેત્રની પ્રથમ કેશલેસ બનનાર ટાઉનશીપનું બહુમાન મેળવ્યું હતું. ધ વોલેટને આરબીએલ બેંક લીમીટેડનો સહયોગ પ્રાપ્પ થયો હતો.
અત્યાર સુધીમાં આ બંને ટાઉનશીપમાં ૨૫,૦૦૦ થી વધુ ટીએમડબલ્યુ એપ ડાઉનલોડ થઇ છે., ૧૦,૦૦૦ થી વધુ ટીએમડબલ્યુ – આરબીએલ બેંક પ્રિપેઇડ કાર્ડ ઇસ્યુ કરાયા છે., દરરોજ સરેરાશ ‚ા પ લાખના ડીજીટલ આર્થિક વ્યવહારો થાય છે., ટીએમડબલ્યુ એપ અને પ્રિપેઇડ કાર્ડનો ઉપયોગ કરીને દરરોજ ૩૦૦૦ થી વધુ આર્થિક વ્યવહારો થાય છે. ટાઉનશીપમાં અને આસપાસના ૬૦ થી વધુ વેપારીઓ ટીએમડબલ્યુ એપ અને ટીએમડબલ્યુ – આરબીએલ બેંક પ્રિ-પેઇડ કાર્ડ દ્વારા પેમેન્ટસ સ્વીકારે છે.