રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં શહેર અને ગુજરાત પ્લાસ્ટીક મુકત બને તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટીક મુકત રાજકોટ શહેર અભિયાનનો પ્રારંભ કરાયેલ છે. આ અભિયાનમાં શહેર ભાજપના વિવિધ મોરચા દ્વારા કાલે શનિવારે સાંજે ૫ થી ૭ કલાકે શહેરના વિવિધ ચોકમાં કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે.
યુવા મોરચા દ્વારા જયુબેલી શાકમાર્કેટ, નાગરીક બેંક ચોક ખાતે, બક્ષીપંચ મોરચા દ્વારા બાલક હનુમાન, પેડક રોડ ખાતે અનુ.જાતિ મોરચા દ્વારા પારેવડી ચોક ખાતે, લઘુમતી મોરચા દ્વારા દશાશ્રીમાળી હોસ્પિટલ, કોઠારીયા નાકા ખાતે કાપડ થેલી વિતરણ કરાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી લલિત વાડોલીયા, સોમભાઈ ભાલીયા, અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી.ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, પ્રવિણ ચૌહાણ, લઘુમતી મોરચાના પ્રભારી આસીફ સલોત, પ્રમુખ હાનભાઈ શાહમદાર, મહામંત્રી યાકુબ પઠાણ, વાહીદ સમાની આગેવાની હેઠળ મોરચાના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્લાસ્ટીક મુકત અભિયાનને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય ખાતેથી શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ તેમજ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી જહેમત ઉઠાવી રહ્યા છે.