જીનિયસ કિડસ કિંગડમ દ્વારા પ્રિ-પ્રાયમરી શિક્ષકો માટે વિવિધ વિષયોને સાકળીને મારિયા મોન્ટેસરી તાલીમ કાર્યક્રમનું આયોજન સ્કૂલના ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટ્રેનીંગના રીસોર્સ પર્સન તરીકે ગીતા સિકદર દ્વારા પૂર્વ પ્રાથમિકના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
૧ થી ૫ વર્ષની બાળકની ઉંમર તેના માનસિક વિકાસ અને ચારિત્ર ઘડતર માટે ખુબ મહત્વની ગણવામાં આવે છે માટે પાયાના ઘડતરમાં પૂર્વ-પ્રાથમિકના શિક્ષકોની ભૂમિકા અગત્યનો ભાગ ભજવે છે. આ કાર્યક્રમમાં પ્રિ-પ્રાયમરી શિક્ષકોને અલગ અલગ વિષય ગીતા સિકદર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. મારિયા મોન્ટેસરીએ ઈટાલિયન ફિઝિશ્યન અને શિક્ષક હતા જેમણે શિક્ષણની મોન્ટેસરી પઘ્ધતિ વિકસાવી હતી.
મોન્ટેસરી શિક્ષણ પઘ્ધતિએ વિચાર પર આધારીત છે. જેનાથી બાળકોની કુશળતા અને જ્ઞાન મેળવવાની કુદરતી ઈચ્છાને ટેકો મળે છે અને તેની મદદથી તેઓ જે કઈ શીખે છે તે શ્રેષ્ઠ શીખે છે. કાર્યક્રમ અંતર્ગત મારિયા મોન્ટેસરીની શિક્ષણની ફીલોસોફી અને સમજણ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમાં પ્રવૃતિ થકી ભાષાનો પરીચય, પ્રાયોગિક જીવનમાં તાલીમનું મહત્વ જેવા વિવિધ વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યની પણ આપણા સમાજ અને વ્યકિત પર કેવી અસર પડે છે.
અંકગણિત પ્રવૃતિઓ દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓને કેવી રીતે હળવી શૈલીમાં ગણિતનું જ્ઞાન આપી શકે તેની સમજણ પુરી પાડવામાં આવી હતી. ત્યારબાદ મારિયા મોન્ટેસરી અભ્યાસક્રમના ગુણ-દોષથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમમાં જય ઈન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલ, કાલાવ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અને જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના ૪૫ જેટલા પ્રિ-પ્રાયમરી શિક્ષકોએ ભાગ લીધો હતો. ગીતા સિકદર સાથે તેમના આસીસ્ટન્ટ ચિત્રલેખા ઐયર અને યીશીકા બાલી પણ જોડાયા હતા.
આ સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા તથા જીનિયસ ગ્રુપના સીઈઓ ડિમ્પલબેન મહેતા દ્વારા સમગ્ર જીનિયસ કિડસ કિંગડમની આયોજક ટીમને અભિંનદન પાઠવવામાં આવ્યા હતા અને ગીતા સિકદર તેમજ ચિત્રલેખા ઐયર અને યોશીકા બાલીનો આભાર વ્યકત કરાયો હતો.