ચાર વર્ષના લગ્નગાળામાં પતિ વારંવાર અકુદરતિ સેકસનું દબાણ કરતો હોવાની ફરિયાદ: હાઈકોર્ટે પતિને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ ૩૭૭ને બિનઅપરાધીક ઠેરવવા અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે. ત્યારે એક પરિણીતાએ હાઈકોર્ટમાં પતિ સામે અપ્રાકૃતિક સેકસ મામલે કલમ ૩૭૭ મુજબ ગુનો નોંધવા ધા નાખ્યો છે.

પરિણીતાને પતિ પરાણે મુખમૈુન કરાવતો હોવાનો આક્ષેપ થયો છે. જસ્ટીસ એન.વી.રમન્ના અને એમ.એમ.શાંતગોડકરની ખંડપીઠે આ મામલે પતિને નોટિસ ફટકારી છે. આ પ્રકારનો સબંધ અપ્રાકૃતિક હોવાની દલીલ થઈ છે અને કલમ ૩૭૭ હેઠળ કામગીરી કરવામાં આવે તેવી અરજી પણ થઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે, વડી અદાલતના પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે કલમ ૩૭૭ને ડિક્રિમીલાઈઝ કરવા મુદ્દેનો ચુકાદો અનામત રાખ્યો છે. કલમ ૩૭૭ અકુદરતી સેકસને સૌથી વધુ અસર કરતો મુદ્દો છે. હાલ સજાતિય સબંધ મામલે આ મુદ્દે વડી અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી. ત્યારબાદ પતિ દ્વારા પત્ની સાથે તથા અપ્રાકૃતિક સેકસનો મુદ્દો પણ ઉઠયો છે.

આ બનાવ ગુજરાતના સાબરકાંઠાનો છે. જયાં વર્ષ ૨૦૧૪માં બન્નેના લગ્ન થયા હતા. જો કે ત્યારબાદ પતિ પત્નીને જબરજસ્તી અપ્રાકૃતિક સેકસ માણવાની ફરજ પાડતો હોવાનો આક્ષેપ થયો છે. પતિ વ્યવસાયે તબીબ છે તેણે આ પ્રકારના સંબંધોનું વિડિયો રેકોર્ડીંગ પણ કર્યું હોવાનો ખુલાસો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.