રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.સા.ના અનુકરણીય અભિગમ મુજબ પ્રતિક્રમણ કઠસ્થ હોય તેવી બાળાઓને મુખ્યમંત્રીને આવકારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
રોયલ પાકે સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધ શાળા ” ડુંગર ગુરુ પટાંગણમાં યોજાયેલ સં.૨૦૧૮ ના સમૂહ ચાતુર્માસ પ્રવેશોત્વ પ્રસંગે ચતુર્વિધ સંઘને શુભેચ્છા આપવા માટે ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેલ.
દિઘે દ્રષ્ટિવંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સાહેબે કહ્યું કે એલ એન એલ ના સ્ટુડન્ટસ કે જેઓને આવશ્યક સૂત્ર એટલે કે પ્રતિક્રમણ કંઠસ્થ હોય તે બાલિકાઓ સ્ટેજ ઉપર મુખ્ય મંત્રીશ્રીને ભાલે તિલક કરી આવકારશે.
પૂ.ગુરુદેવ દૂરંદેશી વિચાર સરણી ધરાવે છે.તેઓએ વિચાર્યુ કે સમારોહમાં ઉપસ્થિત હજારો ભાવિકોમાં એક સંદેશ જશે કે આ બાળકોને જે લાભ મળ્યો છે તેઓ લાભ અમારા બાળકોને પણ પ્રાપ્ત થાય.આ માટે તેઓ પોતાના બાળકોને લુક એન લને જૈન જ્ઞાનધામમાં મોકલાવા પ્રેરાશે.નાના – નાના ભૂલકાઓ પણ સામાયિક – પ્રતિક્રમણ કંઠસ્થ કરવા ઉત્સાહ બતાવશે.બાળકો પણ એલ એન એલમાં જોડાવા ઉત્સુક બનશે.
એલ એન એલ ની બાલિકાઓને સન્માનનીય મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી તથા આદરણીય અંજલીબેન વિજયભાઈ રૂપાણીને તિલક કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ તેમાં
(૧)આરાધના મનોજભાઈ ડેલીવાળા (૨)માનસી જયેશભાઈ ભરવાડા (૩)વિરતિ ભાવેશભાઈ મેહતા (૪)બીજલ હરેશભાઈ શાહ (૫)પ્રિયા ભરતભાઈ વોરા તથા (૬)યજમાન સંઘપતિ ચંદ્રકાંતભાઈ શેઠની પૌત્રી રિશીકા ઋષભભાઈ શેઠ જોડાયેલ.