સુજલામ સુફલામ જળ અભિયાન માટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા મેયર
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાંદરડા, લાલપરી, અને આજીનદી શુધ્ધ કરવા કામગીરી કરવામાં આવેલ. રાજય સરકાર દ્વારા આ અભિયાન ૩૧ મેં ૨૦૧૮થી એક માસ સુધી ચલાવવામાં આવેલ. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરની કામગીરી વરસાદ ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવેલ. અટલ સરોવરમાંથી ૩,૬૨,૨૨૫ ઘન મીટર જેટલો જથ્થો કાઢવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ. જે ટાર્ગેટ સામે ૪,૨૪,૪૧૯ ઘન મીટર જથ્થો કાઢવામાં આવેલ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાણી સંગ્રહ શક્તિમાં વધારો થાય તેવા હેતુથી આ અભિયાન કરવામાં આવેલ. આ અભિયાની ચાલુ વર્ષમાંજ ચોમાસાની શરૂઆતમાં જ તેના ફળ મળવા લાગેલ છે. જે બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મેયરે અભિનંદન પાઠવ્યા છે.
પ્રથમ વરસાદમાં જ અટલ સરોવરમાં ૧૦૦ મિલિયન લીટર પાણીનો જથ્થો ભરાયેલ છે. તળાવમાં પાણી આવતા આજુબાજુના ખેડૂતોના કુવાના તળ ઉંચા આવશે તેમજ પાણીના કારણે સ્થળ ખુબજ રણીયામણું દેખાય છે. અને હજુ આગામી દિવસોમાં આજુબાજુ વિસ્તારોમાં વૃક્ષા રોપણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટ સિટી હેઠળ આ તળાવને લાગુ અનેક યોજનાઓ હાથ ધરાશે અને ભવિષ્યમાં પર્યટન માટે સુંદર સ્થળ ઉપલબ્ધ થશે.