૧૩ વર્ષની કિશોરીનું અપહરણ કરી શરીર સંબંધ બાંઘ્યો તો
શહેરમાં રહેતી ૧૩ વર્ષની સગીરાને પ્રેમ સંબંધની ઝાળમાં ફસાવી અવાર નવાર દુષ્કર્મ આચરવાના ગુનાનો કેસ રાજકોટની સ્પે. પ્રોકસો અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપીને ૧૦ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં રહેતી ૧૩ વર્ષની સગીરાને પ્રેમઝાળમાં ફસાવી અપહરણ કરી અનેક વખત શરીર સંબંધ બાધી જવાની આજી ડેમ પોલીસ મથકમાં ભોગ બનનારના માતાએ ભાવનગર રોડ પર આવેલ આઇ.ટી.આઇ. પાછળ રહેતો પ્રકાશ ઉર્ફે પંકજ સવજી કોળી નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ કોળીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો.તપાસનીશ અમલદાર એચ.આર. કુવાડીયાએ આરોપી વિરુઘ્ધ પોકસોકોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલું,
આ કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલવા પર આરોપી તરફે બચાવમાં આરોપી વિરુઘ્ધ સગીરાને ભગાડી જવાનો ક અપહરણ કરવાનો ગુન્હો બનતો નથી. દસ્તાવેજી તથા લેખીત પુરાવાઓ તેમજ ભોગ બનનારની જુબાની ઘ્યાનમાં લેતા તેમા મહદઅંશે વિરોધાભાષ જણાય છે. તેથી બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું અને સમીતીથી શારીરીક સબંધ બંધાયેલ હોવાનું માનવુ ઘટે
સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે ભારતીય પુરાવા અધિનિયમમાં જે સુધારો કરવામાં આવેલ છે તે સુધારાની કલમ ૧૧૪ (ક) મુજબ જયારે ભોગ બનનાર કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવે કે શરીર સબંધં વખતેે તેણીની સમીતી ન હતી ત્યારે અદાલતે સમીતી ન હોવાનું માનવું ફરજીયાત છે.
ડોકટરે આરોપી હિસ્ટરી આપેલી તેમાં તેણે ભોગ બનનાર સાથે શરીર સબંધં બાધેલ હોવાનું આ કબુલાત કાયદાની જોગવાઇ મુજબ ત્રાહિત વ્યકિત રુબરુની કબુલાત ગણવામાં આવે છે જે પુરાવામાં અતિશય મહત્વ ધરાવે છે આ તમામ સજોગોને ઘ્યાનમાં લઇ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ એમ.એમ.બાબીએ આરોપી પંકજ ઉર્ફે પ્રકાશ કોળીને પોકસો એકટની કલમ- ૬ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ સાત હજાર નો દંડ ફરમાવેલો છે.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયેલા હતા.