ભારતીય રિઝર્વ બેંક તરફથી ખુબ જ જલ્દી 100 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટો પર હાલનાં ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. કેન્દ્રિય બેંક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નવી નોટની પાછળના ભારે ગુજરાતના પાટણ જિલ્લાની ‘રાણકીની વાવ’નું ચિત્ર હશે.
The Reserve Bank of India will shortly issue Rs 100 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing the signature of the bank’s governor, Dr Urjit R. Patel
Read @ANI Story| https://t.co/hgqrJEjjJ4 pic.twitter.com/iNvuqPHvaf
— ANI Digital (@ani_digital) July 19, 2018
આ નોટનો કલર જાંબલી એટલે કે આછો જાંબલી હશે. આ નોટની સાઇજ 66 mm × 142 mm હશે. કેન્દ્રિય બેંકએ કહ્યું કે આ નવી નોટ સાથે જ પહેલાથી પ્રચલિત 100 રૂપિયાની નોટ પણ ચલણમાં રહેશે. કેન્દ્રિય બેંકે કહ્યું કે આ નવી નોટની ઇશ્યું થયા બાદ તેની સપ્લાઇ તેજીથી વધારવામાં આવશે. જાણો 100 રૂપિયાની નવી નોટની શુ હશે ખાસિયતો.
100 રૂપિયાની નવી નોટ કેવી હશે?
– આ નોટનો રંગ લવન્ડર એટલે કે જાંબુડિયો છે. આ નોટની સાઈઝ 66mm * 142 mm હશે.
– નોટની આગળની બાજુ અંકોમાં 100 રૂપિયા નીચેની બાજુ લખાયેલું હશે.
– દેવનાગરી લિપિમાં 100 વચ્ચે અને ગાંધીજીનો ફોટો ડાબી બાજુ અંકિત હશે.
– માઈક્રો લેટર્સથી RBI, ભારત, India અને 100 એવું લખેલું હશે.
– મહાત્મા ગાંધીનો ફોટોની ડાબી બાજુ પ્રોમિસ ક્લોઝ હશે અને તેની નીચે ગર્વનરના હસ્તાક્ષર હશે.
– જમણી બાજુ અશોક સ્તંભ હશે.
– નોટની પાછળ પ્રિન્ટિંગનું વર્ષ છાપવામાં આવ્યું છે.
– સ્વચ્છ ભારતનો લોગો પણ નોટની પાછળ મૂકવામાં આવ્યો છે.
– અનેક ભાષામાં 100 રૂપિયાની નોટ લખવામાં આવ્યું છે.
– ગુજરાતની ઐતિહાસિક રાણીની વાવનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે.
– દેવનાગરીમાં 100 લખાયેલું છે.
– નોટની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. તે માટે તેના પર સિક્યોરિટી થ્રેડ લગાવવામાં આવ્યાં છે. જેમાં કલર શિફ્ટ પણ છે. જ્યારે નોટને વાળવામાં આવે તો થ્રેડનો રંગ લીલાથી વાદળી થઈ જાય છે.