પોલીસ દમનના મામલે ત્રણેય યુવાનોએ દવા પીધી: ત્રણેયને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડયા: પોલીસે આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યો
ધોરાજી શહેરમા બાબાસાહેબ આંબેડકર ની શોભા યાત્રા દરમ્યાન ત્રણ યુવાનો એ ઝેરી દવા ગટગટાવી આ ત્રણેય યુવાનો ને તાત્કાલિક સીવીલમા સારવાર હેઠળ ખસેડાયા અને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે.
પોલીસ દમનના પગલે આ ત્રણેય યુવાનો એ ઝેરી દવા ગટગટાવી આત્મવિલોપન નો પ્રયાસ કરવાનુ બહાર આવ્યું છે. ખરુ કારણ પોલીસ તપાસમાં બહાર આવશે કોઈ કારણસર જાહેરમાં બાબાસાહેબ ના બાવલા પાસે બે દલીત યુવાનોએ જેરી દવા ગટગટાવી લેતા ધોરાજીની સીવીલમા સારવાર હેઠળ તાત્કાલિક પોલીસે ખસેડ્યા હતા.
દલીત યુવાનોએ જેરી દવા પીધી તે પૈકીના પુનીત ઉર્ફે જોન્ટી બગડા ગામ ઝાંઝમેર રાજુભાઈ સોંદરવા ધોરાજી મયુરભાઈ ચૌધરી ગામ દુમીયાણી આ ત્રણેય યુવાનો એ કોઈ કારણસર જાહેરમાં બાબાસાહેબ ના બાવલા પાસે શોભા યાત્રા દરમ્યાન ઝેરી દવા ગટગટાવતા બંદોબસ્ત મા રહેલી પોલીસે તાત્કાલિક સીવીલ હોસ્પિટલમાં સારવાર ર્એ ખસેડાયા હતા અને વિશેસ સારવાર માટે ત્રણેય યુવાનો ને જુનાગઢ ખસેડવામાં આવ્યા છે.
બનાવની વિગતો અનુસાર બાબાસાહેબ જન્મજયંતી નિમિત્તે દલીતો દ્રારા એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ત્રણ દરવાજા ી પસાર ઈ ગેલેક્સી ચોકમા આવેલ બાબાસાહેબ આંબેડકર ના બાવલાને યુવાનોએ હારતોરા કરેલ અને શોભાયાત્રા જેતપુર રોડ પર જવા રવાના ઈ હતી તે દરમ્યાન આ ત્રણેય યુવાનો એ બાબાસાહેબ આંબેડકર ના બાવલાની સીડી ચડીને પુનીત રવજી બગડા નામના યુવાને ઝેરી દવા જેવી પ્રવાહીની બોટલ ગટગટાવી લીધેલ અને બંદોબસ્ત માં આવેલ પોલીસે તુરંત આ યુવાનને એબ્યુલન્સ મા ગેલેક્સી ચોકમાંજ આવેલ સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો તે દરમ્યાનજ અન્ય બે યુવાનો રાજુભાઈ સોંદરવા અને મયુર ચૌધરીએ પણ ઝેરી દવા ગટગટાવતા તેમણે પણ સીવીલમા સારવાર હેઠળ તાત્કાલિક ખસેડ્યા હતા.
બાબાસાહેબ ની ૧૨૬ મી જન્મજયંતી ની શોભાયાત્રા માં બનેલ આ બનાવમાં આ ઘટના બનતા ચકચાર મચીજવા પામી છે. અને વિશેસ વિગતો અનુસાર દવા પીજનાર પૈકીના પુનીત બગડા ના પત્ની કિરણબેન બગઙાએ સીવીલમા રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પોલીસ તરફી અમોનેખુબ અન્યાય ઈ રહ્યો છે. અને મારા પતિને ૧૫ દિવસ પુર્વે પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવેલ જે બાબતે પોલીસ કર્મચારી વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવેલ જેમા પંદર પંદર દિવસ વિતેલ હોવા છતાં આરોપીએ પોલીસ પોલીસ કર્મી વિરૂધ્ધ કોઈ પગલા નહી લેવાતા આ બાબતે પોલીસની વિરુદ્ધ મા આક્ષેપ કર્યો હતો.
ઉપરોક્ત બાબતે જેતપુર ડીવાયએસપી એસ. જી. પાટીલ ને બનાવ સબંધીત સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે સમગ્ર ઘટના શોભાયાત્રા પુર્ણ યાબાદ યેલ હતી શોભા યાત્રા ના આયોજકો મેઘવાર સમાજનો ખુબ સહકાર સાંપડેલ હતો ઉપરોકત દવા પીનારના પરીવારજનો નો જે આક્ષેપ છેતે પાયાવિહણો છે ઝાંઝમેરના પુનીત બગટા ક્રીમીનલ રેકોર્ડ ધરાવેછે તેમજ તેમણે પોલીસ કર્મી વિરૂધ્ધ અમોએ એ. એસ્ટ્રોસીટી એક્ટ તેમજ કાયદાકીય સો ગુનો દાખલ કરેલછે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે આવા પ્રકારનુ ક્રુત્ય કરી પોલીસ પર પ્રેસર લાવવાનો પ્રયત્ન ઈ રહ્યો છે હાલ ધોરાજીમા ત્રણ દલિત યુવાનો એ દવા પીવાની બાબતે ભારે ચકચાર મચી જવા પામી છે. હાલના તબક્કે ધોરાજીમાં શાંતિ પ્રવર્તી રહી છે.