ભાદરની સપાટી ૨પ.૫૦ ફુટે પહોંચી: ઓવરફલો થવામાં ૮.૫૦ ફુટ બાકી
સૌરાષ્ટ્રભરમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક થઈ રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર સહિત ૪૧ જળાશયોમાં નવા નીર આવ્યા છે. ૩૪ ફુટની ઉંડાઈ ધરાવતા ભાદરની સપાટી હાલ ૨૫.૫૦ ફુટે પહોંચી જવા પામી છે. હવે ડેમ ઓવરફલો થવામાં માત્ર ૮.૫૦ ફુટ જ બાકી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ઉપરાંત મોજ ડેમમાં ૧.૨૧ ફુટ, ફોફળ ડેમમાં ૨.૪૯ ફુટ, વેણુ-૨ ડેમમાં ૩.૬૧ ફુટ, આજી-૩ ડેમમાં ૧.૩૧ ફુટ, સોરવદરમાં ૧૩.૪૫ ફુટ, વાછપરીમાં ૨ ફુટ, વેરીમાં ૧.૭૧ ફુટ, ન્યારી-૧માં ૦.૧૬ ફુટ, ન્યારી-૨માં ૦.૬૬ ફુટ, લાલપરીમાં ૦.૦૭ ફુટ, છાપરવાડી-૧માં ૨.૩૦ ફુટ, છાપરવાડીમાં ૩.૨૮ ફુટ, ભાદર-૨માં ૦.૧૬ ફુટ, કણુકીમાં ૦.૪૯ ફુટ, મચ્છુ-૩માં ૦.૫૯ ફુટ, સસોઈમાં ૨.૪૯ ફુટ, ફુલજર-૧માં ૧.૯૪ ફુટ, સપડામાં ૨.૮૯ ફુટ, ફુલજર-૨માં ૨.૪૯ ફુટ, વિજરખીમાં ૧.૩૧ ફુટ, ડાયમીણસરમાં ૧.૪૮ ફુટ, ફોફળ-૨ ડેમમાં ૦.૬૬ ફુટ, રંગમતીમાં ૦.૬૬ ફુટ, ઉંડ-૧માં ૩.૬૭ ફુટ, કંકાવતીમાં ૫.૫૮ ફુટ, ઉંડ-૨માં ૧.૪૮ ફુટ, વાડીસંગમાં ૩.૬૧ ફુટ, ફુલજર (કોબા)માં ૪.૭૬ ફુટ, પાવટીમાં ૦.૬૬ ફુટ, પારેલમાં ૮.૨૦ ફુટ, સાની ડેમમાં ૩.૯૮ ફુટ, વર્તુ-૧માં ૮.૨૭ ફુટ, ગઢકીમાં ૩.૨૮ ફુટ, વર્તુ-૨માં ૦.૯૮ ફુટ, વેરાડીમાં ૦.૪૯ ફુટ, મીણસાર (વાડાવડમાં) ૧.૯૭ ફુટ, લીંબડી ભોગાવો-૧માં ૦.૩૦ ફુટ, સબુરીમાં ૪.૯૨ ફુટ, નિભણીમાં ૦.૩૩ ફુટ અને સાત્રોલીમાં ૧.૮૦ ફુટ પાણીની આવક થવા પામી છે.
આજી-૨ ડેમ હાલ ઓવરફલો થઈ રહ્યો હોય ડેમનો ૧ દરવાજો ૦.૧૫ મીટર સુધી ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાદર-૨ ડેમનો ૧ દરવાજો ૦.૧૫ મીટર ખુલ્લો છે. પન્ના ડેમ હાલ ૦.૨ મીટરે ઓવરફલો થઈ રહ્યો છે. ફુલજર-૧ ડેમ ૦.૧૫ મીટરે, ઉંડ-૩ ડેમ ૦.૦૫ મીટરે ઓવરફલો થઈ રહ્યા છે. આ ઉપરાંત ફોફળ ડેમ ૮૫ ટકા, મોતીસર ૯૮ ટકા, ન્યારી-૨ ૭૫ ટકા ભરાઈ ગયો હોય અને આમ જળાશયો ગમે ત્યારે ઓવરફલો થવાની સંભાવના હોય હેઠવાસના ગામોને સાવચેત રહેવા એલર્ટ કરાયા છે.