ચાર મહિનાની સતત મહેનત બાદ શરૂ કર્યું ‘પાર્સલ એન્ડ પેપર’ સર્વિસ
માયાનગરી મુંબઈમાં ભુખ્યા મુંબઈકરને ટીફીન પહોંચાડવાનું કામ ડબ્બાવાળા કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી ડબ્બાવાળા મુંબઈકરને ટીફીન પહોંચાડી રહ્યા છે અને હવે તો મુંબઈના ડબ્બાવાળા પણ ઈન્ટરનેટથી સુસજજ છે ત્યારે ૧૩ વર્ષના એક ટબુડાએ મુંબઈના ડબ્બાવાળા સાથે મળીને એક કુરીયર સર્વિસ શરૂ કરી છે.
તિલક મહેતા નામનો આ ટબુડો સુબુરાન સ્કૂલમાં ભણે છે તેને તેના પિતાથી એક જ ફરિયાદ હતી કે તેઓ ખુબ જ મોડા ઘરે આવે છે જોકે તિલકને જાણ હતી કે તેના પિતા ડબ્બાવાળા સાથે કામ કરે છે એટલે ઘરે આવતા વહેલુ મોડુ થાય છે એટલા માટે જ તેણે પેપર એન્ડ પાર્સલ નામની એક કુરીયર સર્વિસ શરૂ કરવાનો વિચાર કર્યો જોકે તેના જણાવ્યા પ્રમાણે તે આ કુરિયર સર્વિસને ખુબ જ મોટા વેપારમાં બદલવા માગે છે.
પીએનઆર એક મોબાઈલ એપ દ્વારા કામ કરે છે. હાલ તેમાં ૨૦૦ જેટલા કર્મચારી છે અને ૩૦૦ ડબ્બાવાળા તેમા મદદરૂપ થાય છે. આ કુરીયર સર્વિસ દ્વારા દરરોજ ૧૨૦૦ જેટલા ડબ્બા ડિલવરી થાય છે. આ કુરીયર સર્વિસ શરૂ કરવાનો ખ્યાલ તિલકને શા માટે આવ્યો ? તેના જવાબમાં તેણે જણાવ્યું કે, ગત વર્ષે હું કેટલાક પુસ્તકો લઈ આવ્યો હતો અને તે પુસ્તકોમાં કેટલાક શહેરો વિશે રસપ્રદ વાતો હતી જે હું મારા પિતા સાથે શેયર કરવા ઉત્સુક હતો પરંતુ તે સમયે મારા પિતા ખુબ જ થાકેલા ઘરે આવ્યા અને હું તેમની સાથે વાત ન કરી શકયો મને તે સમયે થોડુ દુ:ખ થયું.
તિલકે વધુમાં જણાવ્યું કે ત્યારબાદ મેં આ અંગે થોડું સંશોધન કર્યું અને ચાર મહિના સુધી ડબ્બાવાળા સાથે ફર્યા ત્યારબાદ મેં આ કુરીયર સર્વિસની શરૂઆત કરી. પીએનપીની શરૂઆત ટ્રેન નેટવર્કથી કરવામાં આવી. મુંબઈના હબ સમાન દાદર સ્ટેશન પરથી ડબ્બા કુરીયર સર્વિસ શરૂ થઈ ૩ કિલો વજનના રૂ.૪૦ થી ૧૮૦ પર પાર્સલ નકકી કરવામાં આવ્યા. આ સમગ્ર ઈન્ટેલ બેઈઝ મોબાઈલ એપ્લીકેશનનું સંચાલન તિલકના પિતા કરી રહ્યા છે. ડબ્બાવાળા આ એપ્લીકેશનમાં ડબ્બાવાળા ડિલિવરીનો છેલ્લો મેઈલ જોઈ પીએનપીનો સંપર્ક કરે છે.
ડબ્બા એસોસીએશનના સ્પોકપર્સન સુભાષ તલેકરે કહ્યું કે, અમારું સંગઠનના કુરીયર સર્વિસ સાથે ઓફિશીયલી સંકળાયેલુ નથી પરંતુ તે ડબ્બાવાળાઓ ઉપર આધાર રાખે છે કે તેમને પીએનપી સાથે પણ કામ કરવું કે નહીં કદ મારું માનવું છે કે ડબ્બાવાળાઓને પીએનપી સાથે જોડાઈને વધુ આવક થશે તો બીજી તરફ પીએનપીના સીઈઓ ઘનશ્યામ પારેખે જણાવ્યું કે, આ કુરિયર સર્વિસ હાલ ડબ્બાવાળાઓને ફિકસ પગાર આપે છે પરંતુ તેને ડિલિવરી બેઈઝ પર ફેરવી પણ શકાય છે પીએનપી હાલ સ્વૈગી જેવી મોટી કંપનીઓ સાથે કામ કરવાનું આયોજન કરી રહ્યું છે. આ કુરિયર સર્વિસમાં પેથોલોજી લેબ, બુટીક શોપ અને બ્રોકરેજનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સર્વિસ દ્વારા ૨૦૨૦માં ૧૦૦ કરોડનું ટર્ન ઓવર કરવાનું આયોજન છે.