રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં શહેર અને ગુજરતા પ્લાસ્ટીક મૂકત બને તે માટેનો પ્રારંભ રાજકોટ ખાતેથી કરવામાં આવેલ છે જે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટીક મૂકત રાજકોટ શહેર અભિયાનનો પ્રારંભ કરાવેલ હતો આ અભિયાન અંતર્ગત શહેર પ્લાસ્ટીક મુકત બને તે માટે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં નાગરીકોને કાપડની થેલીનું વિતરણ કરી પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા ભાજપ આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી રહેલ છે.
જેમાં વોર્ડ નં.૯માં શહેર ભાજપ પ્રમુખ ક્મલેશ મિરાણીની ઉપસ્થિતિમાં શીવમ પાર્ક શાક માર્કેટ ખાતે વોર્ડ નં.૧૭માં શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીની ઉપસ્થિતિમાં હુડકો શાક માર્કેટ ખાતે વોર્ડ નં.૪માં શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે. મેયર અશ્ર્વીન મોલીયાની ઉપસ્થિતિમાં ભગવતીપરા શાક માર્કેટ ખાતે વોર્ડ નં.૧૫માં શાસક પક્ષ નેતા દલસુખ જાગાણીની ઉપસ્થિતિમાં ગંજીવાડા શાક માર્કેટ ખાતે કાર્યક્રમ યોજાયા હતા. આ તકે વિક્રમ પૂજારા, પુષ્કર પટેલ, રૂપાબેન શીલુ રક્ષાબેન વાયડા, અનિલ રાઠોડ, મહેશ બથવાર, રાજુ ફળદુ, ઈન્દ્રજીતસિંહ જાડેજા, મહેશ રાઠોડ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ વિશે વધુ માહિતી આપતા શહેર ભાજ પ્રમુખ કમલશ મિરાણી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, જણાવ્યું હતુ કે શહેરને પ્લાસ્ટીક મુકત બનાવાના અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના આશયથી આજે સાંજે શહેર ભાજપ દ્વારા શહેરના તમામ મુખ્ય ચોકમાં કાપડની થેલી વિતરણ કરવામાં આવશે. જેમાં વોર્ડ નં.૧ એસ.કે.ચોક, વોર્ડ નં.૨માં રૈયારોડ, વોર્ડ નં.૩માં જંકશન પ્લોટ વોર્ડ નં.૪માં ડીમાર્ટ વાળો રોડ, વોર્ડ નં.૫માં સેટેલાઈટ ચોક, વોર્ડ નં.૬માં કે.ડી. ચોક, વોર્ડ નં.૭માં એસ્ટ્રોન ચોક, વોર્ડ નં.૮માં સંકલ્પ સિધ્ધ હનુમાન કાલાવડ રોડ, વોર્ડ નં. ૯માં ઈન્દીરા ચોક, વોર્ડ નં.૧૦માં પુષ્કર ધામ શાક માર્કેટ ચોક, વોર્ડ નં.૧૧માં મવડી, વોડ નં. ૧૨માં ઉમીયા ચોક, ગોવર્ધન ચોક, વોર્ડ નં.૧૩માં સ્વામીનારાયણ ચોક, વોર્ડ નં.૧૪ જલારામ ચોક, પવનપુત્ર ચોક, વોર્ડ નં.૧૫માં ચુનારાવાડ ચોક, વોર્ડ નં.૧૬માં દેવપરા ચોક, વોર્ડ નં.૧૭માં ત્રિશુલ ચોક, વોર્ડ નં.૧૮માં પટેલ ચોક ખાતે કાપડની થેલી વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરાયો છે.