દિવસ ૪માં હોર્ડિંગ્સ અને બેનરો નહિ હટાવવામાં આવે તો પાલિકા દ્વારા તેને હટાવી વહીવટી ચાર્જ વસુલવામાં આવશે
મોરબી : મોરબી શહેરમાં મંજૂરી વગર લાગેલા હોર્ડિંગ્સ અને બેનરો સામે પાલિકા પ્રમુખે લાલ આંખ કરી છે. પાલિકા પ્રમુખે મંજૂરી લીધા વગર મુકવામાં આવેલા બોર્ડ, બેનરો કે પોસ્ટર્સ દિવસ ૪માં હટાવી લેવાની સૂચના જાહેર કરી છે.મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાની યાદીમાં જણાવ્યા મુજબ મોરબી શહેર વિસ્તારમાં નગરપાલિકાની મંજૂરી વગર આસામીઓ દ્વારા જાહેરાત અર્થે લગાવવામાં આવેલા પોસ્ટર્સ, બેનર્સ, હોર્ડિંગ્સ કે બોર્ડ દિવસ ૪માં હટાવી લેવાના રહેશે.જો આસામીઓ દ્વારા મંજૂરી લીધા વગર લગાવવામાં આવેલા બોર્ડ, હોર્ડિંગ્સ, બેનર્સ કે પોસ્ટર્સ દિવસ -૪ માં હટાવવામાં નહિ આવેતો ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને તેનો વહિવટી ખર્ચ આસામી પાસેથી વસુલવામાં આવશે..