જામનગરમાં ગત રાત્રી થી ધીમીધારે અવિરત વરસાદ
જામનગરમાં ગત રાત્રિ થી પણ ધીમી ધારે સતત મેઘરાજાનું આગમન થયું હતું. જેમાં ગીચ વિસ્તારો તથા ગ્રામ્ય વિસ્તાર ના ખેતરો માં પાણી ભરાયા હતા. વાવણી લાયક વરસાદ ના પગલે જગત નો તાત ખુશખુશાલ.
તંત્ર દ્વારા પણ સાવચેતી ના પગલાં લેવાયા હતા. તંત્ર ના વડાઓ દ્વારા દરેક વિભાગનું પલપલ નું મોનીટરીંગ કર્યું હતું. આ ઉપરાંતશહેર માં પાણી ભરવા ની સમસ્યા ને પહોંચી વળવા કોર્પોરેશન ખડેપગે રહ્યું હતું. ટ્રાફિક ની સમસ્યા નિવારવા પોલીસતંત્ર સાબદૂ બન્યું તેમજ જરૂર પડ્યે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ ગોઠવાઈ.
જિલ્લા માં આરોગ્ય ને લાગતી તમામ સેવાઓ પણ પૂરતા પ્રમાણ માં ઉપલબ્ધ થઈ. કોઈ પણ વિપરીત પરિસ્થિતિ માટે એન્ડીઆરેફ પોલીસ વિભાગ ફાયર શાખા વિગેરે તૈનાત કરાયા.