સોના-ચાંદીનાના ઘરેણાના તસ્કરોએ કર્યો હાથફેરો
શાપરમાં આવેલા ભીમરાવનગર શેરી નંબર ર માં બંધ મકાન અને દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ. ૯૦ હજારના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થયાની શાપર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ શાપરના ભીમરાવનગર-ર માં રહેતા રાહુલભાઇ કિશોરભાઇ સિંધવના મકાનના તસ્કરોએ તાળા તોડી રુમમાં રહેલા કબાટની તીજોરી તોડી તેમાંથી રૂ. ૯૦ હજારના સોના ચાંદીના ઘરેણાની ચોરી થયાની અને બાજુમાં રહેલી અશોકભાઇ સિંધવની પાન બીડીની દુકાનમાંથી ગલ્લામાંથી રૂ.૭૦૦ રોકડની ચોરીની શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. શાપર પોલીસ મથકના પી.એસ.આઇ. વાય.બી.રાણા સ્ટાફ સહીત ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમની મદદ લઇ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. પોલીસની પ્રાથમીક પુછપરછ કરતાં મકાન માલીક રાહુલભાઇ ગત તા. ૧૬ જુલાઇએ તેમની લોનના કામ અર્થે રાજકોટ ગયા હતા તેમની પત્ની કોઠારીયા સોલવન્ટમાં રહી શાકભાજી વહેંચતી હોઇ રાત્રે મોડુ થઇ જતાં તેઓ રાજકોટ જ રોકાઇ ગયો હતો. રાહુલ શાપરમાં મજુરી કામ કરે છે પોલીસે ચોરીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.