ઉપલેટા ભાયાવદર સહીત જુથ ગામના વિસ્પારમાં પીવાનું પાણી પુરુ પાડતા મોજ અને વેણુ ડેમમાં પાણીની ઢીંગી આવક થતા પીવાના પાણીના પ્રશ્ન હલ થતાં પ્રજામાં આનંદ વ્યાપી ગયો છે.
શહેરને પુરુ પાડતા મોજ ડેમની કુલ સપાટી ૪૪ ફુટ છે તેમાં ૩૭.૫૦ ફુટ પાણી ભરાઇ જતા માત્ર ૬.૫૦ ફુટ ઓવરફલો થવામાં છેટું છે. જયારે ગાયત્રી આશ્રમ પાસે આવેલ વેણું ડેમની કુલ સપાટી ૫૪ ફુટની છે તેમાં ૫૨.૭૦ ફુટ પાણીની સપાટી થતાં હવે ઓવર ફલો થવામાં માત્ર સવા ફુટ બાકી રહેવા પામેલ છે બન્ને ડેમોમાં પાણીની આવક થતાં શહેરીજનો તેમજ ખેરતાંમાં આનંદ વ્યાપી ગયો છે.