ધારાસભ્ય અંબરીશ ડેરે જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કર્યું
રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેરે અસરગ્રસ્ત જાફરાબાદ તાલુકાની મુલાકાત લીધી હતી અંબરીષ ડેરના કહેવા મુજબ ધારાબંદર, વઢેરા, ઘેલણા, હેમાળ, ભાડા ગામની સ્થિતી અત્યંત ખરાબ છે. હાલ નેશનલ હાઈવે ૮ને ફોર ટ્રેક રોડ બનાવવાની કામગીરી ચાલે છે.
તેમાં મોટાનાળાની જાણ એ નાના નાળાઓઆ કામના કોન્ટ્રાકટર એગ્રો કંપનીએ બનાવતા જે તે ગામના આગેવાનોએ કંપની સામે વિરોધ કરી મોટા નાળા બનાવવાની માંગ કરી હતી આ માંગ ને કંપનીના અધિકારીઓએ સ્વીકારી પણ હતી પણ અમલમાં મૂકી ન હતી પરિણામે બે દિવસમા થયેલા ભારે વરસાદથી આ નેશનલ હાઈવે રોડ ઉપર આવતા ખેડુતોના ખેતરોમાં પાણી ભરાયા છે અને તેને મોટુ આર્થિક નુકશાન થયું છે. આવી જ સ્થિતિ નેશનલ હાઈવે રોડ ઉપર આવતા રાજુલા તાલુકાના ગામોમાં કંપનીઓની ભૂલોનાં કારણે થઈ છે.
ધારાસભ્ય ડેરના જણાવ્યા પ્રમાણે રાજુલા, જાફરાબાદ નેશનલ હાઈવેના કોન્ટ્રાકટરની અવળચંડાઈના હિસાબે સેંકડો એકર જમીનોમાં પાણી ફરી વળ્યા છે. વાવેલા પાકને નુકશાન થયું છે. તેવા ખેડુતોને નુકશાનીનું વળતર મળવું જ જોઈએ કોઈ ઉદ્યોગપતિ કે બીઝનેશમેનનું કદાચ કમાણીમાં એકાદ વર્ષ નબળુ કે ફેઈલ રહ્યું હોય તો તેને કશો ફેર પડતો નથી પરંતુ રાત દિવસ કાળી મજુરી કરતા ખેડુતોને નુકશાની થતા ભારે હાલાકી વેઠવી પડે છે.