પડકાર છે પણ સામનો કરવો જ સમજદારી છે
પેસર માર્ક વુડે સોમવારે જણાવ્યું હતું કે ભારતીય સ્પીનર કુલદીપને જો કંટ્રોલ કરવામાં આવશે તો જ ઇંગ્લેન્ડ વન-ડે સીરીઝ જીતી શકશે. કારણ કે કુલદીપ યાદવ ઇગ્લેન્ડ ટીમ માટે સૌથી પડકારજનક કે ધોની અને વિરાટ ઉપરાંત ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ટીમ ઇન્ડીયા મંગળવારે ઇગ્લેન્ડ સામેની વન-ડે સીરીઝમાં ઉતરશે. નાટિબંમમાં પહેલો મેચ આઠ વિકેટથી જીત્યા બાદ વિરાટ એન્ડ કંપનીએ બીજા મેચમાં ૮૬ રનથી શિકસ્ત મળી હતી.
લંડનમાં જીતથી ઇગ્લેન્ડની રેન્કીંગ નંબર વન વન-ડે ટીમમાં સામેલ થયું હતું. ત્યારે યાદવે બીજી ઓડીઆઇમાં તેણે ૮ વિકેટ લીધી અને મેચ જીતાડયો હતો. કુલદીપ સામે રમવાનો પ્લસ પોઇન્ટ પણ છે કે ટીમને વધુ સારી રીતે બેટીંગ કરવાની તક મળી હતી. પરંતુ ભારતીય ટીમની કળી કુલદીપ છે. જો આત્મવિશ્વાસ સાથે યાદવના બોલનું નિયંત્રણ કરવામાં આવે તો જ ટીમ ઇગ્લેન્ડ જીતી શકશે.
વુડ જણાવે કે કે ઇગ્લેન્ડ ભારત સામે સીરીઝ ફીનાલેની પહેલી મેચ રમવાનું છે. ત્યારે ઇંગ્લેન્ડે કુલદીપ પર પ્રેસર મુકવું પડશે તો જ તેઓ જીતી શકશે. વુડનું કહેવું છે કે તેની ઓપાઝીશન ટીમ ખુબ જ શકિતશાળી છે પરંતુ આ વાત વિચારવાને બદલે તેઓ ફાઇટ કરવા માટે વિચારી રહ્યા છે કારણ કે આ ટીમ માટે મોટી તક છે જેને ઝડપી લેવી જ સમજદારી છે.