સગીરાનું અપહરણ કરી સંબંધ બાંધી ગર્ભવતી બનાવવાનો બે શખ્સો સામે ગુનો નોંધાયો તો
શહેરની મવડી વિસ્તારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી ગર્ભવતિ બનાવવાના ગુનામાં મદદગારી કરનાર શખ્સની આગોતરા જામીન અરજી સ્પે. પ્રોકટો. અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના મવડી વિસ્તારના સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવવાના ગુનામાં
બોન બનનારની માતાની ફરીયાદ પરથી પોલીસે મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો દિનેશ વસ્તા વાંક નામના રીક્ષા ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
દિનેશ વસ્તા વાંકને પુછપરછમાં સગીરાનું અપહરણ બાદ દિનેશ વસ્તાને આર્થિક મદદ કરનાર મિત્ર અને કાલાવડ તાલુકાના ધુના ગામનો ચેતન બાબુ માલા સામે ગુનો નોંધાયો તો
ચેતન માલાએ પોલીસ ધરપકડની દહેશતથી રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેમાં બન્ને પક્ષોની રજુઆતના અંતે સરકાર પક્ષની દલીલ અને દસ્તાવેજી પુરાવા તથા ભોગ બનનારનું નિવદેદન ઘ્યાને લઇ અધિક સેસન્સ જજ એમ.એમ.બાબીએ જામીન અરજી નામંજુર કરી હતી. આ જામીન અરજીમાં સરકાર પક્ષે એ.પી.પી. તરીકે અનિલ એસ ગોગીયા એ દલીલ કરી હતી.