અષાઢી બીજે ધામધૂમથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી: ૯ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
સેલવાસમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધુમથી નીકળી હતી આ વર્ષે પણ બે સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. રથયાત્રામાં ભગવાન જગન્નાથ બહેન શુભદ્રા તેમજ ભાઇ બલરામ સવાર હતા. પૂજા અર્ચનજા તેમજ આરતી કરી રથયાત્રા ની શરુઆત કરાઇ હતી. એક યાત્રા જલારામ મંદીર બાવિસા ફળીયાથી જગન્નાથ સેવા સમીતી દ્વારા કાઢવામાં આવી. તો બીજી યાત્રા બાલદેવી વિસ્તારમાંથી જગન્નાથ કલ્ચરર ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવી હતી આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બાવીસા ફળીયાથી નીકળેલી રથયાત્રા રોડ ગુલમોહર હોલ માં આવી સમાપ્ત થઇ હતી અહી સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે બીજી રથયાત્રા સામરવરણી હોલમાં સમાપ્ત થઇ હતી.
રથયાત્રા દરયિમાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગાઠવવામાં આવ્યો હતો ભારે વરસાદ છતાં ભકતોમાં રથયાત્રાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો બાલદેવીમાં માધુભાઇ અને ગીતાબેન પટેલે પુજા અર્ચના કરી રથયાત્રા ને પ્રસ્તાન કરાવ્યું હતુ. રથયાત્રામાં બહોળી સંખ્યામાં શ્રઘ્ધાળુ ઉમટયા હતા.
જલારામ મંદીરથી નીકળેલી રથયાત્રામાં ભકતજનો જય જયકાર બોલાવતા હતા આખા શહેરમાં ફરી નરોલી રોડ પર સ્થીતી ગુલમહોર હોલમાં પહોચ્યા જયા રથયાત્રાને વિરામ અપાયો હતો અહી આગામી ૯ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યકમો અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તે બીજી તરફ જગન્નાથ કલ્ચરલ ટ્રસ્ટ સેલવાસ દ્વારા નીકળેલી રથયાત્રા સામરવરણી પંચાયત હોલમાં પહોંચી અહી ભગવાન નવ દિવસ સુધી વિશ્રામ કરશે આગામી ર૧મી સૃુધી અહીં દરરોજ રાત્રે મહાપ્રસાદ તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ દિવસો દરમિયાન ભગવાનના દર્શન પૂજા માટે ભકતોની ભીડ જામશે ત્યારબાદ આગામી રરમીએ બપોરે ર વાગ્યે બાહુડા યાત્રા નીકળશે અને પછી ભગવાન નીજ મંદીર પરત ફરશે.