મોરબીનાં ૧૨, જામનગરનાં ૧૬, પોરબંદરનાં ૧૦, જુનાગઢનાં ૪, ભાવનગરનાં ૩૪, અમરેલીનાં ૪૭ અને બોટાદનાં ૫ ગામોમાં વીજ પુરવઠો પુન:શરૂ કરવા તંત્ર ઉંધા માથે: કુલ ૫૯૩ વીજપોલ અને ૪૨ ટ્રાન્સફોર્મર થયા ડેમેજ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે કુલ ૧૨૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. મોરબીનાં ૧૨, જામનગરનાં ૧૬, પોરબંદરનાં ૧૦, જુનાગઢનાં ૪, ભાવનગરનાં ૩૪, અમરેલીનાં ૪૭ અને બોટાદનાં ૫ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયા બાદ તેને પુન:શરૂ કરવા પીજીવીસીએલ તંત્ર ઉધા માથે થયું છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠાને અસર થઈ છે. મોરબીનાં ૧૨, જામનગરનાં ૧૬, પોરબંદરનાં ૧૦, જુનાગઢનાં ૪, ભાવનગરનાં ૩૪, અમરેલીનાં ૪૭ તેમજ બોટાદનાં ૫ ગામોમાં વીજ પુરવઠો અસરગ્રસ્ત છે. સૌરાષ્ટ્રનાં કુલ ૧૮૭ ફીડરો બંધ હાલતમાં છે. જેમાં જયોતીગ્રામનાં ૨૨, ખેતીવાડીનાં ૧૫૪ અને અર્બન ૫, અન્ય ૬ ફિડરનો સમાવેશ થાય છે.
રાજકોટ ગ્રામ્યનાં ૩૫, મોરબીનાં ૨૯, પોરબંદરના ૧૮, જસદણનાં ૧૨, જામનગરનાં ૧૩, ભુજમાં ૧૫, ભાવનગરમાં ૪૪, બોટાદનાં ૨, અમરેલીના ૪ અને સુરેન્દ્રનગરના ૧૫ ફિડર બંધ હાલતમાં છે. આ ઉપરાંત એક અઠવાડિયામાં વરસાદના લીધે સૌરાષ્ટ્રના ૫૯૩ વીજ પોલ અને ૪૨ ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. જેમાં રાજકોટ ગ્રામ્યના ૧૨૯, પોરબંદરના ૬૯, જુનાગઢનાં ૧૦, બોટાદનાં ૨૩, ભાવનગરનાં ૧૯૯, અમરેલીનાં ૪૨ અને સુરેન્દ્રનગરનાં વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છે. આ સાથે રાજકોટ ગ્રામ્યના ૧૦, પોરબંદરનાં ૮, જુનાગઢનાં ૧૨, ભાવનગરનાં ૮, બોટાદના ૩ અને અમરેલીનો ૧ ટ્રાન્સફોર્મરને ડેમેજ થયું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વીજતંત્રને લગતી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી.