બોલીવુડની ફિલ્મોની જેમ હવે જેલમાં પણ દરેક પ્રકારની અપરાધીક પ્રવૃતિઓ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. જાણીને આશ્ર્ચર્ય થશે કે ઝારખંડ ના ગોડા વિધાનસભા સીટના નેતા નિશીકાંત દુબેએ સોમવારે દિલ્હી પોલીસને એક ફરીયાદ નોધાવી છે જેના તેમને જેલમાં બંધ એક અપરાધી દ્વારા ખંડણીનો કોલ આવ્યાનું જણાવ્યું છે.
દુબેએ નવી દિલ્હીના ડીસીપીને આ અંગે ફરીયાદ કરતા જણાવ્યું કે ઝારખંડની શાહીબાગન જેલમાં બંધ પ્રભાકર માંડલે ૧૧ જુલાઇના રોજ ખંડણીનો ફોન કર્યો હતો.
દુબેએ જણાવ્યું કે મોગલ પર કાયદો વ્યવસ્થા તોડવાનો આરોપ છે તેણે આદિવાસી ટોળાને ભડકાવવાની તેમજ તેમનો દુર ઉપયોગ કરવાની કોશિષ કરી હતી જેમાં બે વ્યકિતઓ મોતને ભેટી હતી.
આ કથિત આરોપીએ બાંગ્લાદેશીઓની ઘુસણખોરી અંગે પણ કહ્યું હતું કે અને એક કરોડની ખંડણીનું જણાવ્યું હતું.
દુબેના જણાવ્યાનુસાર મોડલે તેમને ધમકી આપી છે કે જો તેઓ માંગેલી રકમ આગામી લોક સભાની ચુંટણી સુધીમાં ભરપાઇ કરવી પડશે. ભાજપના એમપીએ એવો પણ આરોપ લવાગ્યો છે કે આ ફોન મારી રાજકીય કારકીદીને ખતમ કરવાની કોશિષ છે.
સીનીયર પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ અંગે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.
દુબેના જણાવ્યાનુસાર જુનમાં ગોડા જીલ્લામાં પશુ તસ્કરો કરતા ચાર લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાંથી બે ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા જયારે અન્ય બેને ઝડપી લેવામાં આવ્યા હતા શકય છે કે આ બંને પણ આ ખંડણીના ફોન સાથે સંકળાયેલા હોય.