વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં બોલ ટેમ્પરીંગ વિવાદ બાદ શ્રીલંકન ટીમે મેદાનમાં ફિલ્ડીંગ કરવાનો નનૈયો ભણી દેતા થયો હતો વિવાદ
શ્રીલંકન ક્રિકેટ ટીમના કેપ્ટન દિનેશ ચંદીમલ તા હેડ કોચ ચંદીકા હુરુશિઘા અને મેનેજર અસન્કા ગુરુસિન્હાને ચાર વડ-ડે તા બે ટેસ્ટ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે સસ્પેન્ડ કર્યા છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલના પ્રતિબંધના પરિણામે શ્રીલંકન કેપ્ટન સહિતના ત્રણેય સભ્યો સાઉ આફ્રિકા સામેની પાંચ મેચની શ્રેણીમાં પ્રમ ચાર મેચ ગુમાવશે. જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ સામે બોલ ટેમ્પરીંગ વિવાદ બાદ શ્રીલંકાની ટીમે મેચના ત્રીજા દિવસે રમવા ઉતરવાનો નનૈયો ભણી દીધો હતો.
શ્રીલંકાના કેપ્ટન ચંદીમલ અને કોચ ચંદીકાની જીદના કારણે મેચ મુશ્કેલીમાં મુકાયો હતો. અમ્પાયરે આ બન્નેનું વલણ ગંભીરતાી લીધુ હતું અને આઈસીસી પણ આ મુદ્દે કડક પગલા ભરવા તૈયાર થઈ હતી અને અંતે આ વિવાદમાં સંડોવાયેલા શ્રીલંકન ટીમના ત્રણેય સભ્યોને બે ટેસ્ટ અને ચાર વનડે માટે પ્રતિબંધીત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણેયના પોઈન્ટ પણ કાપી લેવાયા છે.