વિજયભાઈ રૂપાણીએ કચ્છી સમાજને નવા વર્ષની શુભેચ્છા પાઠવી: તેજસ્વી તારલાઓને કરાયા સન્માનિત
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજના કચ્છીઓના નૂતન વર્ષ નિમિત્તે રાજયભરના કચ્છી માડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટના અટલબિહારી બાજપાયી ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કચ્છી નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રૂપાણીએ રણથી આચ્છાદિત કચ્છની ભૂમિને નંદનવન બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો હતો, અને આ માટે રાજય સરકારના તમામ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના તાજેતરના ઇઝરાયેલ પ્રવાસના સંસ્મરણો તાજા કર્યા હતા. અને આ સંદર્ભમાં તેમણે કચ્છને ઇઝરાયેલ સો સરખાવતાં કચ્છના વિકાસને આંતરરાષ્ટ્રીય ફલક સુધી લઇ જવાની કટિબધ્ધતા દોહરાવી હતી. કચ્છમાં આવેલા વિનાશક ભુકંપ તા ગોઝારી કુદરતી આપત્તિઓના સમયે કચ્છી માડુઓએ દાખવેલા ખમીરની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રશંસા કરી હતી. અને કચ્છીઓના વતનપ્રેમને બિરદાવ્યો હતો. દુનિયાના કોઇ પણ છેડે વસતો કચ્છી સમાજ વતનના વિકાસ માટે સતત દાન આપતો રહે છે, એ ભાવનાને મુખ્યમંત્રીએ કચ્છીઓની આગવી ઓળખ ગણાવી હતી, અને કપરા સમયમાં પણ કચ્છી બોલી તા કચ્છી વાતાવરણ જાળવવા બદલ કચ્છી સમાજને અભિનંદન પાઠવ્યા હતા.
અગ્રણી સુરેશભાઇ કટારમલે મુખ્યમંત્રીનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ વિજયભાઇને કચ્છી પાઘડી તા ફૂલોના વિશાળ હારી નવાજયા હતા, સ્વાગત ગીત બાદ મુખ્યમંત્રી રૂપાણી તા આમંત્રિતોએ દિપ પ્રાગટય વિધિ સંપન્ન કરી હતી. કચ્છી ભાનુશાળી સમાજના તેજસ્વી છાત્રો તથા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા યુવાનોનું મુખ્યમંત્રી વિજયભાઇએ પ્રમાણપત્ર તા સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી તા લાખાભાઇ સાગઠિયા, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ અધ્યક્ષ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, કોર્પોરેટર્સ, ભાનુશાળી સમાજ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલિબેન રૂપાણી વગેરે ઉપસ્થિતિ રહયા હતા.