હમ દુનિયા છોડ કે જા રહે હે તેવા લખાણ વાળી સ્યુસાઇડ નોટ મળી
મોરબી : મોરબીના નવી ટિમ્બડી ગામમા પરપ્રાંતીય યુગલે દુનિયા એક નહીં થવા દે તેવી બીકે મોડી રાત્રે ઝેરી દવા પી મોતને ગળે લગાડી લીધુ હતુ. બનાવ અંગે તાલુકા પોલિસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત મુજબ મૂળ એમ.પી.નાં અનેં હાલ મોરબીના નવી ટીંબડી ગામની ખાલી ઓરડીમા રહેતાં દિનેશ રામચંદ્ર પટેલ અનેં સોનલબેન નામની યુવતીને ઘણાં સમયથી પ્રેમ સંબંધ હોય અનેં પરિવારનાં ડરથી મોરબી આવીને વસતા હતાં.
જોકે તેમ છતા દુનિયા તેમને એક નહીં થવા દે તેવા ડરથી શનિવારે મોડી રાતે દવા પી લીધી હતી.ગંભીર હાલતમાં બન્નેને સારવાર અર્થે મોરબી સિફવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર કારગત ન નીવડતાં બન્નેનું મોત થયું હતું. બનાવ અગે તાલુકા પોલિસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગે વધું તપાસ તાલુકા પોલીસના એ એસઆઇ દેત્રોજાઁ ચલાવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં મહિલા પરણિત હોય જેથી તેનાં પરિવારજનો કોઈ પણ સમયે તેમને પકડી.લેશે અનેં અલગ કરી દેશે તેવા ડરથી પગલું ભર્યાની શન્કા વ્યકત કરી હતી.મરણ જનાર પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી.જેમા માત્ર હમ દુનિયા છોડ કે જા રહે હે તેટલું જ લખેલું હોવાથી પોલીસ સાચું કારણ જાણવા તપાસ ચલાવી રહી છે.