પીઠડ પ્રા. અને આ.કેન્દ્ર હેઠળ આવતી તમામ શાળાઓમાં ઓરી અને રૂબેલા અંગે વાલી મીટીંગ તાલુકા હેલ્થ ઓફીસર ડો. જે.ડી. નળીયાપરા, તથા મેડીકલ ઓફીસર ડો. ભાવેશ ઢેઢી ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી.
પીઠક પ્રા.આ. કેન્દ્ર હેઠળ આવતી તમામ શાળામાં તા.૧૬ જુલાઇથી શરુ થનાર ઓરી અને રૂબેલા અભિયાન અંગે દરેક શાળામાં વાલી મીટીંગ યોજવામાં આવેલ. આ મીટીંગમાં વાલીઓને આ રસી કરણ કાર્યક્રમ અંગેના મુંજવતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી. તેમાં મોટી સંખ્યામાં વાલીઓએ ભાગ લીધેલ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ શાળાના શિક્ષકો તથા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.