કાંધાસર ખાતે મુખ્યપ્રધાનના સેલ્ફ હેલ્થ ગ્રુપ અને મહિલા ખેડુતો સાથેના સંપર્ક કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજયું
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર ખાતે તા.૧૨ જુલાઈ ૨૦૧૮ના રોજ વડાપ્રધાનનાં સેલ્ફ હેલ્પ ગ્રુપ અને મહિલા ખેડુતો સાથેના સંપર્ક કાર્યક્રમનાં જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એ.એમ.પારખીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું.
બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને પોતાના વકતવ્ય દરમિયાન જણાવ્યું કે સેલ્ફ હેલ્પ ગ્રુપ દેશના ગ્રામીણ વિસ્તારમાં મહત્વનો ભાગ ભજવે છે અને ભારત દેશના આર્થિક વિકાસ માટે પાયારૂપ છે. મહિલાઓની પોતાની શકિત અને ક્ષમતા જાણવા માટે મહિલા સશકિતકરણ જરૂરી છે. તેઓએ જણાવ્યું કે ડેરી ક્ષેત્રમાં મહિલાઓનો ફાળો અનેરો છે.
બાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર ખાતેના વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એમ.એફ.ભોરાણીયાએ ચોમાસું પાકોમાં રોગ અને જીવાંત નિયંત્રણ વિષય પર માર્ગદર્શન આપેલ હતું. વૈજ્ઞાનિક ડો.બી.સી.બોચલ્યા, ડો.આર.પી.કાલમા અને ડી.એ.પટેલે ખેડુતોને ખેતી પશુપાલન અને બાગાયતની નવીનતમ ટેકનોલોજી અંગે ખેડુતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરના કર્મચારી એમ.વી.પોકાર અને વી.કે.ડોબરીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ચોટીલા તાલુકાના ૭૩ મહિલા ખેડુતો અને ૧૫ ખેડુત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.