નેશનલ હાઈવે ૮-ઈના ફોરલેનની કામગીરી અને ઝીંગા ફાર્મોમાં ગેરકાયદેસર દબાણોનાં કારણે ગામોમાં અને ખેતરોમાં ભરાયા પાણી
રાજુલા તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૧૦ દિવસથી અનરાધાર વરસાદ સતત શરૂ રહેતા અને નેશનલ હાઈવે ઈ ૮ના ફોર લેન રોડની કામગીરી અનધડ વહીવટ અને જરૂરીયાત મુજબના પુલીયા નાળાઓ નહી મૂકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલ છે.
જયારે બીજી બાજુ ભેરાઈ, પીપાવાવ, વિકટર, કથીવદર, ચાંચબંદર દાતરડી, ખેરા, પટવામાં ગેરકાયદેસર જીંગા ફાર્મોના પાળાઓ બનાવવાને કારણે ઠેર ઠેર ગામોમાં પાણી ભરાઈ ગયેલ છે આ જીંગા ફાર્મો હટાવવાની અનેક રજુઆતો છતા નહી હટાવાતા ગંભીર પરિસ્થિતિ નિર્માણ થયેલ છે. અને લોકોના જાનમાલને પારાવાર નુકશાન થાય તેમ છે. આના માટે જવાબદાર કોણ? દરિયાકાંઠાના વિસ્તારોમાં આટલા વર્ષોમાં કોઈ દિવસ પાણી ભરાયેલ નથી આ દબાણના પાપે પાણી ભરાયેલ છે.