ભારે વરસાદ ની અસર રેલવે સેવા પર પણ પડી….
ભારે વરસાદને પગલે દેલવાડા થી વેરાવળ જતી મીટર ગેજ ટ્રેન ગીર ગઢડા અને હરમદ્દિયા વચે ફસાઇ. આના કારણે તાલાલા થી દેલવાડા પછી તાલાલા થી જૂનાગઢ તાલાલા થી વેરાવળ વચ્ચે ની ટ્રેન સેવા બંધ કરવા ની રેલવે વિભાગ ને ફરજ પડી.
આ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો ફસાયા હતા. આ ઘાટનાની જાણ એનડીઆરેફ ની ટીમને થતાં તે ઘટના સ્થળે જવા રવાના થઇ. મીટર ગેજ લાઇનનુ ધોવાણ થતા ટ્રેન રોકવાની ફરજ પડી.