આજની તણાવપૂર્ણ અને ભાગદોડભરી જિંદગીમાં લોકોમાં સામાન્ય અને જટિલ રોગનું પ્રમાણ ભયજનક સ્થિતિએ પહોંચ્યું છે. રાજકોટના કાલાવડ રોડ પર આણંદપર-છાપરા સ્થિત જાણીતી ગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત વી.એમ.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ તથા સ્વ.આર.એસ.શાહ આયુર્વેદ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે આપવામાં આવતી આધુનિક સુવિધાઓ તથા સામાન્ય ચિકિત્સાથી લઈને જટિલ શસ્ત્રક્રિયા, આઈપીડી તથા ઓપીડીની સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજજ હોસ્પિટલ રાહતદરે સારવાર તથા ઉચ્ચ ગુણવતાયુકત આયુર્વેદ ઔષધીઓ પુરી પાડે છે. આ ઉપરાંત રોગોના નિદાન અર્થે અત્યાધુનિક ઉપકરણોથી સુસજજ પેથોલોજી લેબોરેટરી, જનરલ વોર્ડ ડિલકસ તથા સેમી ડિલકસ રૂમની સુવિધાઓ આપવામાં આવે છે.
આ ઉપરાંત અત્યાધુનિક શસ્ત્ર ચિકિત્સા દ્વારા મળમાર્ગના હઠીલા રોગોની સારવારની સુવિધા પણ છે. તદઉપરાંત બાળકોના સ્વાસ્થ્ય વિશેની માહિતી અને બાળકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે સુવર્ણપ્રશાનની સુવિધા અહીં અપાય છે. વિશિષ્ટ ચિકિત્સા દ્વારા આંખ, કાન, નાક, ગળાના રોગો, ડાયાબીટીસ, વેરીકોઝ વેન, મુત્રમાર્ગ તથા પિતાશયની પથરી, કપાસી તથા અસહ્ય પીડામાં સચોટ નિદાન તથા સારવાર આપવામાં આવે છે.
શલ્ચ ચિકિત્સા દ્વારા મળમાર્ગના હઠીલા રોગો જેવા કે હરસ-મસા-ભગંદર-ગુંમડાનું સતર્ક નિદાન અને અત્યાધુનિક શસ્ત્ર ચિકિત્સા (ઓપરેશન) કરવામાં આવે છે. બહેરાશ, કાનની નસ સુકાવી, કાનમાં સતત મેલ ભરાવો, કાનમાંથી પરુ આવવું જેવા રોગોમાં કર્ણધૂપન-કરણપૂરણ-કર્ણવતી-કર્ણપ્રમાર્જન જેવી સારવાર કરવામાં આવે છે. શરદી, અવાજ બેસી જવો, નાકના મસા, કાકડા તેમજ આધાશીશી, જુનો માથાનો દુખાવો જેવા રોગોમાં સારવાર આપવામાં આવે છે. રાહત દરે ઉપલબ્ધ સારવારનો લાભ લેવા રાજકોટ અને આસપાસના વિસ્તારના લોકોને સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને વી.એમ.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદના પ્રિન્સીપાલ ડો.એન.બી.કપોપરા દ્વારા કરવામાં આવે છે.