વીવીપીના ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓ મહેતા પાર્થ અને રાવત કેતનએ તેમના ઈલેકટ્રોનિકસના જ્ઞાનનો ઉપયોગ કરી એક સ્માર્ટ મિરર બનાવ્યું છે. કોઈપણ મનુષ્ય એકવાર તો તૈયાર થવા માટે અરીસા સામે પોતાનો સમય આપે જ છે. આ દરમિયાન જાતે સમાચાર પત્ર વાંચી શકે, આબોહવા જાણી શકે, પોતાના મોબાઈલ ફોનના લોકેશન જાણી શકે, સમય જોઈ શકે, કેલેન્ડર સેટ કરી શકે, તહેવારો વિશે માહિતી મેળવી શકે વિડીયો કે મેચની હાઈલાઈટસ જોઈ શકે.
એ માટે આ સ્માર્ટ મિરરમાં બધી જ સગવડતાઓ મુકવામાં આવી છે. સાથે સાથે તેમાં વોઈસ ઈન્ટરએકશન સિસ્ટમ પણ ગોઠવવામાં આવે છે. આ ટેકનોલોજીનો આવિષ્કાર કરવાથી ઘણા બધા સાધનો જેવા કે વર્તમાનપત્ર, કેલેન્ડર, રેડીયો જેવી ડીવાઈસીસ એક જ સાધનમાં સમાવેશ થઈ જાય છે. આ અદ્યતન ટેકનોલોજી બનાવવામાં કોમ્પ્યુટર સ્ક્રીન સાથે રાસબેરી પાઈ નામના અત્યાધુનિક મીની કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. રાસ્બીયન ઓપરેટીંગ સિસ્ટમ સાથે આ ટેકનોલોજી કામ કરે છે. આ એક ખુબ જ ઉપયોગી ઈનોવેશન છે.
આ પ્રોજેકટ માટે ઈ.સી. ડીપાર્ટમેન્ટના પ્રો.રવીન સરધારાનું સતત માર્ગદર્શન મળ્યું છે. ઈ.સી.ના વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલા, ડો.સંજયભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીયાર, સંસ્થાના આચાર્ય ડો.જયેશ દેશકર, ઈ.સી. વિભાગના વડા ડો.ચાર્મીબેન પટેલ વિગેરેએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.