પેટ્રોલીયમ પેદાશો, રસાયણ, ફાર્મા, જેમ્સ, જવેલરી તથા એન્જિનિયરીંગ ચીજ વસ્તુઓની નિકાસ વધી જયારે ટેકસટાઇલ, લેધર, ચોખા, કોફીની નિકાસ ઘટી
આયાત – વિકાસએ અર્થતંત્રને વેગવંતુ રાખવામાં મોટો ફાળો ભજવે છે. દેશમાં વેપારની તકો વધારી જીડીપી વધારવા સરકાર દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે. નિકાસ થકી વિદેશી હુંડીયામણ પ્રાપ્ત થાય છે જે અર્થતંત્રને વધુ મજબુત બનાવે છે. ચાલુ વર્ષની વાત કરીએ તો ભારતી. નિકાસ જુન મહિનામાં ૧૭.૫૭ ટકા વધીને ૨૭.૭ અબજ ડોલર સુધી પહોંચી ગઇ હતી પરંતુ તેમાં છતાં વેપાર ખાદ્યમાં ઘટાડો કરવામાં સફળતા મળી નથી. ઘટવાનો બદલે વેપાર ખાદ્ય ૪૩ માસની સૌથી વધુ ઉંચાઇએ પહોંચી ગઇ છે. આ પાછળનું મુખ્ય કારણ ફુડ ઓઇલના વધેલા ભાવ છે.
વૈશ્ર્વિક સ્તરે વેપાર યુઘ્ધ થતા તેની માઠી અસર ભારત પર પણ જોવા મળી છે. અમેરિકા – ઇરાન વચ્ચેની પરમાણું સંધી ખત્મ થતાં પાછલા ઘણા સમયથી ફુડ ઓઇલમાં સતત વધારો નોંધાયો છે. અને આથી જ ભારતની નિકાસ ૧૮ ટકા જેટલી વધવા છતાં વેપાર ખાદ્ય વધી છે. નિકાસ કરતા આયાત વધતા આ પરિણામો આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારત તેના ફુડની મોટાભાગની જરુરીયાત આયાત દ્વારા પુરી કરે છે. જુન મહિનામાં દેશની આયાત ૨૧.૩૧ ટકા વધેની ૪૪.૩ અબજ ડોલરે પહોંચી હતી. શુક્રવારના રોજ વાણિજય મંત્રાલયે આયાત-નિકાસના ડેટા જાહેર કર્યા હતા જે પરથી આ વિગતો જાણવા મળી છે.
જુન માસમાં નિકાસની સાથે વેપાર ખાદ્ય પણ વધી જે અર્થતંત્રના વિકાસ અને વૃઘ્ધી માટે સારા પાસા ગણી શકાય નહી. ગયા વર્ષે વેપાર ખાદ્ય જુન-૨૦૧૭માં ૧૨.૯૬ અબજ ડોલર રહી હતી. એપ્રીલથી જુનના ત્રિમાસિક ગાળામાં નિકાસ ૧૪.૨૧ ટકા વધીને ૮૨.૪૭ અબજ ડોલરથઇ હતી આ ત્રણ મહિનામાં દેશની આયાત ૧૩.૪૯ ટકા વધીને ૧૨૭.૪૧ અબજ ડોલર થઇ હતી. આમ વેપાર ખાદ્ય ૪૪.૯૪ અબજ ડોલર નોંધાઇ હતી.
જુન માસમાં નિકાસમાં વધારો કરવામાં મુખ્યત્વે પેટ્રોલીયમ પ્રોડકટસ,: કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જવેલરી અને એન્જીનીયરીંગ ગુડઝનો મોટો ફાળો રહ્યો છે. જયારે ટેકસટાઇલ, લેધર, મરિન પેદાશો પોલ્ટ્રી, કાજુ ચોખા અને કોફીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે.