સર્વિસ ટેકસ ૧૨ માંથી ૧૮ ટકા કર્યો છતાં એસટીટી હટાવવાની વાત અભેરાઈએ ચડાવી દેવાઈ

શેરબજારમાં ટેકસનું ભારણ સૌથી વધારે છે જેની રોકાણકારો અનેક પ્રકારના ટેકસી પરેશાન છે. ‘અબતક’ સોની વાતચીત દરમિયાન બસંલ ફિન્સ્ટોક પ્રાઈવેટ લીમીટેડના રીજનલ મેનેજર પરેશ વાઘાણીએ જણાવ્યું હતું કે, શેરબજારમાં ઘણી બધી પ્રકારના ટેકસ રોકાણકારોએ ભરવા પડે છે. જી.એસ.ટી. એસટીટી, શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ, સેબીફી, એકસચેન્જ ટર્નઓવર ઉપરાંત બ્રોકરેજ ફ્રી અને ડીપીના ચાર્જીસ જેવા વિવિધ પ્રકારના ટેકસ શેરબજારના રોકાણકારોએ ભરવા પડે છે.

vlcsnap 2018 07 13 11h05m11s2પહેલા સર્વિસ ટેકસ ૧૨% હતો અત્યારે ૧૮% કરી નાખવામાં આવેલ છે. જેના બદલામાં એસટીટી દૂર કરવાની વાત હતી પરંતુ એ દૂર કરાયો નથી. કુલ રોકાણકારોએ ૮ પ્રકારના ટેકસ ભરવા પડે છે. શેરબજારમાં એટલે જ ટેકસનું ભારણ સૌથી વધુ કહેવાય છે. શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ એ કોઈ પણ વ્યક્તિ શોર્ટ ટર્મમાં પૈસા કમાય તેના પર એ લાગે છે. એકસ્ચેન્જમાં ટર્ન ઓવર ટેકસ લાગે છે. રાજય સરકાર દ્વારા લેવાતી સ્ટેમ્પ ડયૂટી અને બ્રોકરો દ્વારા લેવાતી બ્રોકરેજ અને ડી.પી. ચાર્જીસ વગેરે પ્રકારના ટેકસ લગાડાય છે.

રોકાણકારોની એ જ માંગ છે કે જીએસટી અમલમાં છે અને સર્વિસ ટેકસના બદલામાં જીએસટી ૧૮% લેવાય છે તો એસટીટીને હટાવો જોઈએ અને શોર્ટ ટર્મ કેપીટલ ગેઈનમાં પણ થોડી રાહત આપવી જોઈએ. એસટીટી ડિલીવરી બેઝના ટ્રાન્ઝેકશનઉપર લાગે છે. જીએસટી ૧૮% લાગે છે જયારે જૂનો સર્વિસ ટેકસ ૧૨% હતો જયારે ૧૮% જીએસટી વધારાયો છે. બ્રોકરો અને રોકાણકારો બંનેને માર પડી રહ્યો છે અને ટેકસનું ભારણ વધતુ જાય છે. ટેકસમાં રાહત દ્વારા ગર્વમેન્ટના ટેકસ ઘટાડી ટર્નઓવર વધારી શકાય છે.

vlcsnap 2018 07 13 11h04m48s252

સ્ટેમ્પ ડયૂટી અને એસટીટી ખરેખર નાબૂદ કરવાની જરૂર છે. શેરબજાર પણ જીએસટીમાં ઘટાડો ઈચ્છે છે. શેરબજાર એ ફુલ્લી ઓર્ગોનાઈઝડ છે. રોજબરોજ સરકારને ટેકસ મળી જાય છે. કોઈપણ પ્રકારની ટેકસ ચોરીની આમા શંકા નથી. કમ્પ્યુટરાઈઝડ અને ઓર્ગોનાઈઝડ શેરબજાર છે. આથી જ શેરબજારમાં રોકાણકારોને રાહત આપવા અને ટેકસનું ભારણ ઓછું કરવાની તાતી જરૂરીયાત છે. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.